સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની રાત્રે સર્જાઈ અલૌકિક ઘટના, જેને પણ જોઈ તે નતમસ્તક થઇ ગયા

આપણા દેશના ઘણા મંદિરો એવા છે જેનું એક આગવું મહત્વ છે, આ મંદિરોમાં એવા એવા ચમત્કાર જોવા મળે છે જેને આજ સુધી વિજ્ઞાન પણ ઉકેલી નથી શક્યું. ગુજરાતમાં પણ એવા ઘણા બધા મંદિરો આવેલા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મંદિરનો તો મહિમા જ અનેરો છે. 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મહાદેવનો મહિમા નિરાળો છે અને લાખો ભક્તો તેમના દર્શનાર્થે જાય છે.

(18 નવેમ્બરના સોમનાથ દર્શન)

ત્યારે આજે કાર્તીકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્‍યક્રમ મુજબ મધ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી યોજાઈ હતી. આ મહાપુજાના સમયે મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર સાક્ષાત ચંદ્ર દેવ બિરાજમાન થયા હોય તેવી ખગોળીય દૃષ્ટિએ અલૌકિક ઘટના સર્જાશે હતી. જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા.

(18 નવેમ્બરના સોમનાથ દર્શન)

રાત્રિના 12 વાગ્યે ચંદ્રમા શિવાલયનું મહામેરૂ શિખર અને શિવલીંગ એકજ સીધી લીટીમાં આવતા કુદરતી સંયોગ રરચાયો હતો. જેના દર્શનનો લ્હાવો પણ ભાવિક ભક્તોએ લીધો હતો, અને આ ઘટના જોઈને સૌ ભક્તો નતમસ્તક થયા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણીમાની ઉજવણી થાય છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ, દેવોની દિવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો.

(કાર્તિકી પૂર્ણિમાની ફાઈલ તસવીર)

કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લાં કેટલાંય વર્ષો અનેક શિવભક્તો દૂર-દૂરથી આ મધ્ય રાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.

Niraj Patel