ફેમીલી વેકેશનથી પરત ફરી કરીના કપૂર ખાન, એરપોર્ટ પર સ્પોટ થઇ પટૌડી ફેમીલી, જેહનો જોવા મળ્યો ક્યુટ અંદાજ

કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના બે પુત્રો તૈમુર અને જેહ સાથે ફેમિલી વેકેશન માણીને મુંબઈ પરત ફરી છે. સૈફ અલી ખાને પરિવાર સાથે પટૌડી પેલેસમાં વેકેશન એન્જોય કર્યુ હતુ. આ દરમિયાન બેબોએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પણ મુકી હતી. મહેલમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યા પછી, તે પરિવાર સાથે મુંબઇ પરત ફરી છે. સૈફ અલી ખાન અને તેનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

આ દરમિયાન કરીના ઓરેન્જ કલરના ટ્રેકસૂટમાં શાનદાર અને સ્ટાઇલિશ દેખાતી હતી. એરપોર્ટ પર તે ફુલ સ્વેગ સ્ટાઈલમાં વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન બધાની નજર તેની ગોલ્ડન બેગ પર પણ હતી.

સૈફની વાત કરીએ તો તે આછા વાદળી રંગના શર્ટ અને સફેદ પેન્ટમાં હેન્ડસમ લાગે છે. આ દરમિયાન તૈમૂર ગ્રે ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો.

તૈમૂર તેના પિતા સાથે હતો. તસવીરમાં તમે પિતા-પુત્રનો સ્વેગ જોઈ શકો છો. બાદમાં કરીનાએ પુત્ર તૈમુરનો હાથ પકડી લીધો હતો. સૈફ-કરીના અને તૈમૂર ત્રણેય સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન જેહ નૈની સાથે હતા.

જેહ સફેદ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરીને હંમેશાની જેમ ક્યુટ લાગતો હતો. આ દરમિયાન જ્યાં કરીનાએ તેના મોટા પુત્રનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે જેહ નૈનીના ખોળામાં જોવા મળ્યો હતો.

કરીનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈફ, તૈમુર અને જેહ સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરો પટૌડી પેલેસની હતી. તેણે સૈફ, તૈમૂર અને જેહને પોતાનો મૂન કહ્યો. કરીના કપૂર પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઇફને પણ સારી રીતે મેનેજ કરે છે.

કરીના હંમેશા પોતાના બાળકો અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય કાઢે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે.

જ્યાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પહેલા 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થવાની હતી, હવે તેની તારીખ લંબાવવામાં આવી છે. હવે આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina