સૈફના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના જન્મદિવસ પર કરીના કપૂરે સ્પેશિયલ અંદાજમાં કર્યુ વિશ, જુઓ તસવીર

સાવકી માં કરીનાએ દીકરાને આ રીતે કર્યો બર્થડે Wish, જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને સૈફ અલી ખાન અને તેમની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરા ઇબ્રાહિમ અલી ખાનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે અને આ સાથે જ સારા અલી ખાને પણ ભાઇને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે.

બોલિવુડમાં એન્ટ્રી પહેલા જ સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાને ઘણી સારી ફેન ફોલોઇંગ બનાવી લીધી છે. પિતા સૈફ અલી ખાન જેવો જ દેખાવાને કારણે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

પટૌડી ખાનદાનના લાડલા ઇબ્રાહિમ અલી ખાન આજે તેમનો 20મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનને સોશિયલ મીડિયા પરથી સેલેબ્સ અને પરિવાર સહિત ઘણા લોકો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઇબ્રાહિમની એક તસવીર શેર કરી છે. આ દરમિયાન ઇબ્રાહિમ ફોર્મલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. તસવીર સાથે કરીનાએ લખ્યુ છે, હેપ્પી બર્થ ડે હેંડસમ અને તેણે આ સાથે ગુડ લુકકિંગની જીઆઇએફ પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ સાથે જ સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક અને બાળપણની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં સારા અને ઇબ્રાબિમની બોન્ડિંગ ખૂબ જ સરસ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

તમને જણાવી દઇએ કે, નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. થોડા જ સમયમાં તેણે ઘણું નામ કમાવી લીધુ છે. લોકોના દિલમાં પણ તે જગ્યા બનાવી ચૂકી છે. હવે લોકો ઇબ્રાહિમના કરિયર પ્લાન્સને લઇને વધુ ઉત્સાહિત છે. તેઓ પિતા સૈફ જેવા દેખાતા હોઇ લોકો તેમને ફિલ્મોમાં અભિનય કરતા જોવા માંગે છે.

Shah Jina