જયારે પોતાની જાતને જ અરીસામાં જોઈને ઉડી ગયા હોંશ, લાગ્યું હતું કે 100 કિલોનો થઇ ગયો છે પગ, જાણો બેબોની ખાનગી વાતો

100 કિલોનો પગ, સેફના ચોથા બાળકને જન્મ આપતી વખતે આવી ખરાબ હાલત થઇ ગઈ હતી અને મારુ મગજ…જાણો

બોલીવુડની ખુબ ખ્યાતનામ અભિનેત્રી અને પટોડી પરિવારની વહુ કરીના કપૂર આજકાલ ખુબ જ ચર્ચામાં છે. કારણ કે કરીના કપૂરનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” હાલમાં જ લોન્ચ થયું છે અને આ પુસ્તક દ્વારા કરીના વિશેની ઘણી એવી બાબતો જાણવા મળી છે જેને ચાહકો સાંભળીને પણ હેરાન રહી ગયા છે.

સોમવારના રોજ કરીનાએ ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન ઉપર પોતાની બીજી પ્રેગ્નેન્સીમાં આવેલી તકલીફો અને ચેલેંજ વિશે ખુલીને વાત કરી હતી. તેને મધરહૂડમાં તેને કઈ કઈ વસ્તુઓ શીખી અને બંને પ્રેગ્નેન્સી દરમિયાન થવા વાળી ખુશીઓ વિશે પણ તેને જણાવ્યું હતું. આ સાથે જ તેને પોતાના બીજા દીકરાના નામ વિશે પણ ખુલાસો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે કરીના અને સૈફનાં બીજા બાળકનું નામ જહાંગીર રાખવામાં આવ્યું છે. કરીનાએ આ સેશનમાં જણાવ્યું કે બાળકને જન્મ આપ્યા બાદ તે ઘરે આવી ત્યારે તેની સાથે શું થયું. કરીનાએ જણાવ્યું કે અરીસામાં જયારે તેને પોતાની જાતને જોઈ ત્યારે વધારે સારો અનુભવ તે નહોતી કરી રહી.

કરણ જોહર સાથે વાતચીતમાં કરીનાએ જણાવ્યું કે “હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મેં પોતાની જાતને અરીસામાં જોઈ. હું હેરાન રહી ગઈ. હું સહેજ પણ સારી નહોતી લાગી રહી. મને લાગ્યું હતું કે ફરીવાર પોતાને સારું નહીં અનુભવી શકું. હું પોતાની જાતને ફિટ નહિ રાખી શકું. હું ફરીથી નહિ કરી શકું.”

કરીનાએ જણાવ્યું કે, “મારી અંદર મેન્ટલ ડિસ્ટ્રેટ આવી ગયું હતું. કારણ કે હું મારા બેબીને ફીડ નહોતી કરાવી શકતી. મારી અંદર જેહને જન્મ આપ્યા બાદ એક ડર બેસી ગયો હતો. બ્રેસ્ટફીડ કરાવવાનો ડર. મને લાગ્યું કે મારુ બોડી ખેંચાઈ ગયું છે. હું મારા પગને 100 કિલોનો અનુભવી રહી હતી. તૈમુર કરતા મારા માટે આ પ્રેગેનઝિ બહુ જ અલગ હતી. તૈમુર સમયે હું ખુબ જ ખુશ રહેતી હતી.”

કરીનાએ આગળ એમ પણ જણાવ્યું કે, “પ્રેગ્નેન્સી દરમિયાન સૈફ અલી ખાને તેની ખુબ જ સારી દેખભાળ કરી છે. આ ઉપરાંત પ્રેગ્નેસી દરમિયાન સૈફ સાથે તેના બેડ ઉપરના સંબંધો પણ પુરા થઇ ગયા હતા એવું પણ કરીનાએ જણાવ્યું હતું.” કરીના અને સૈફે પોતાના બીજા દીકરા જહાંગીરને હજુ મીડિયાથી દૂર જ રાખ્યો છે. તેની તસ્વીર હજુ સુધી સામે નથી આવી.

Niraj Patel