નવાબની પત્ની કરીના ફરી વેકેશનની સફરે નીકળી પડી…નવી તસવીરો જોઈને ફેન્સ બોલ્યા બાળકો ક્યાં?

બોલિવુડની ખૂબસુરત અદાકારા કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર અને જહાંગીર સાથે છેલ્લા દિવસોમાં મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી. ત્યારે હાલ સૈફ અને કરીના તેમના બંને બાળકો સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે.

કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો જોઇ લાગી રહ્યુ છે કે, અભિનેત્રી પરિવાર સાથે બીચ વેકેશન પર છે અને તે ત્યાં ઘણુ એન્જોય કરી રહી છે.

ત્યારે હાલ કરીના કપૂરે ફરી એકવાર ઇન્સ્ટા સ્ટોરીમાં તેની એક તસવીર શેર કરી છે. કરીના છેલ્લા દિવસોમાં પતિ અને બંને બાળકો સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગઇ હતી અને ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. ત્યારે ફરી એકવાર કરીના પરિવાર સાથે વેકેશન મનાવવા ગઇ છે, પરંતુ એવુ લાગી રહ્યુ છે કે, બેબો તેનું વેકેશન ડેસ્ટિનેશન છૂપાવી રહી છે. આ વચ્ચે કરીનાએ ફરી એકવાર તેની તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબસુરત લાગી રહી છે.

કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. કરીનાએ તેની સેલ્ફી લેતી તસવીરો શેર કરી છે. આ પહેલા તેણે એક મિરર સેલ્ફી શેર કરી હતી, જેમાં તે બ્લેક બિકીમાં જોવા મળી હતી. એબીપીના રીપોર્ટ અનુસાર કરીના માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. કરીનાનો બિકી લુુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ પહેલા કરીનાએ શુક્રવારના રોજ સવારે બ્રેકફાસ્ટની તસવીર શેર કરી હતી, આ તસવીર શેર કરતા તેણે લખ્યુ હતુ કે, Where is my baby ? કરીનાની તસવીરો જોતા એવું લાગી રહ્યુ છે કે, તે વેકેશન પર પોતાના માટે પણ સમય નીકાળી રહી છે.

તમને જણાવી દઇએ કે, આ મહીને જ 21 સપ્ટેમ્બરના રોજ બેબોનો જન્મદિવસ છે. એવામાં તે પરિવાર સાથે આ દિવસને ખાસ બનાવવા માટે અહીં પહોંચી છે. કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ગુરુવારના રોજ કેટલીક તસવીર શેર કરી હતી, જેમાં તે એક સમુદ્ર કિનારે મોટી કેપ લગાવી અને નિયોન ટોપમાં જોવા મળી રહી હતી.

તસવીરમાં તેણે કેપથી તેનો ચહેરો છૂપાવી રાખ્યો હતો અને તેણે લખ્યુ હતુ કે, Who Dat. કરીના કપૂર 21 સપ્ટેમ્બરના રોજ 41 વર્ષની થઇ જશે અને એવું લાગી રહ્યુ છે કે, તે પતિ સૈફ અને બંને બાળકો તૈમુર અને જહાંગીર સાથે વેકેશન વચ્ચે બીચ પર જ જન્મદિવસ મનાવવાના મૂડમાં છે.કરીનાએ ઇન્સ્ટા સ્ટોરી પર બીજી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે વેકેશન વ્યુ અને આરામ ફરમાવતા એક તસવીર શેર કરી હતી, જેમાં તેનો એક પગ દેખાઇ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓગસ્ટમાં તે સૈફના 51માં જન્મદિવસ પર જેહ અને તૈમુર સાથે માલદીવમાં વેકેશન મનાવવા માટે ગઇ હતી. કરીનાએ ત્યાં એન્જોય કરતા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. જે ઘણી વાયરલ પણ થઇ હતી. તમને જણાવી દઇએ કે, કરીના કપૂર જલ્દી જ ફિલ્મ “લા સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મમાં આમિર ખાન પણ લીડ રોલમાં છે. હાલમાં જ થોડા સમય પહેલા બંનેને મુંબઇમાં શુટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા. જયાં કરીના અને આમિર બંને ફિલ્મના લુકમાં જોવા મળ્યા હતા. ફિલ્મ આ વર્ષએ ક્રિસમસ પર રીલિઝ થઇ શકે છે.

Shah Jina