લક્ઝુરિયસ વેનિટી વેનમાં કંઇક આવી રીતે થાય છે કરીના કપૂરનો મેકઅપ, જુઓ અંદરની તસવીરો

kareena kapoor skin care tip : બોલિવુડ અભિનેત્રીઓ ઘણીવાર ફેશનેબલ સ્ટાઇલ અને આકર્ષક દેખાવથી ચાહકોને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત તેઓ ઘણીવાર ચાહકો સાથે સ્કીન કેર રુટિન કે પછી મેકઅપ પહેલા સ્કિનની કેવી રીતે કાળજી લેવી અથવા તો મેકઅપ કેવી રીતે કરવો સહિતની માહિતી શેર કરે છે. ત્યારે હાલમાં જ બેબો એટલે કે કરીના કપૂરે આવું કર્યુ છે.

ઘણીવાર સોશિયલ મીડિયા પર સૌંદર્યના રહસ્યો શેર કરતી અભિનેત્રીએ એક નવી પોસ્ટ શેર કરી છે જેમાં તે મેકઅપ પહેલા તેની ત્વચાની સંભાળ લેતી જોવા મળી રહી છે. મેક-અપ કરવાથી ચહેરો સુંદર દેખાઈ શકે છે, પરંતુ તેને પોલિશ કરતા પહેલા ત્વચાની કાળજી પણ લેવી જોઈએ. મેકઅપ પહેલા ત્વચાની કાળજી લેવાથી પિમ્પલ્સ થતા નથી.

અભિનેત્રી હાલમાં તેની ફિલ્મ ‘ધ ક્રૂ’ માટે શૂટિંગ કરી રહી છે, પરંતુ તેની વ્યસ્ત લાઈફમાંથી સમય કાઢીને બેબોએ તેની વેનિટી વેનમાંથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેના મસ્તી અને શાનદાર લુકની ઝલક જોવા મળી રહી છે. જે તસવીરો સામે આવી છે તેના પરથી જાણવા મળી રહ્યું છે કે તે ‘ધ ક્રૂ’ના શૂટિંગ માટે કેવી રીતે તૈયારી કરે છે.

પ્રથમ તસ્વીરમાં અભિનેત્રી ચહેરા પર માસ્ક જોઈ શકાય છે. તેણે બેજ રંગનો આઉટફિટ પહેર્યો છે. બીજી તસવીરમાં પણ તેના ચહેરા પર માસ્ક છે, જેમાં તેનો હેર ડ્રેસર તેના વાળની માવજત કરી રહ્યો છે. બીજી એક તસવીરમાં તેનો મેક-અપ આર્ટિસ્ટ મેક-અપ કરતો, તો એક તસવીરમાં કરીના કોફી પીતી જોઈ શકાય છે.

એક તસવીરમાં બેબો પોતાની સુંદર આંખ પરની આઈલાઈનરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. આ ઉપરાંત તેના નાસ્તાની ઝલક પણ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં કરીનાએ લખ્યું, ‘ધ ક્રૂના સેટ પર આજે 37મો દિવસ છે.’ મેકઅપ પહેલા, અભિનેત્રીએ મોં પર ટિશ્યુ ભીનું રાખ્યું છે. આ માત્ર ત્વચાને હાઇડ્રેશન જ નહીં આપે, પરંતુ મેકઅપને પણ ખાસ બનાવે છે.

ખાસ વાત એ છે કે આ રીત અપનાવવી ખૂબ જ સરળ છે. ફક્ત મોં પર ટિશ્યુ મૂકો અને તેના પર પાણી છાંટો. જો તમે કોઈ ઈવેન્ટ માટે તૈયાર થવા જઈ રહ્યા છો તો તેના બે કલાક પહેલા ત્વચાની સંભાળની સરળ રીત ચોક્કસ અપનાવો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાને કૃતિ સેનન, તબ્બુ અને દિલજીત દોસાંઝ સ્ટારર ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે જયદીપ અહલાવત અને વિજય વર્મા અભિનીત સુજોય ઘોષની ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં પણ જોવા મળશે. આ સિવાય તેની પાસે હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ છે, જેનું તેણે ગયા વર્ષે યુકેમાં શૂટિંગ કર્યું હતું.

Shah Jina