બોલિવૂડ કરીના કપૂર ખાન અભિનય કરવા સિવાય હવે ફિલ્મી પડદાની પાછળ જવાનું નક્કી કર્યું છે. અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને કંગના રનૌતની જેમ કરીના કપૂરે તેની દિલચસ્પી પ્રોડ્યૂસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે પણ નિર્માતા બનવા જઈ રહી છે. બેબોએ જાતે તે વાતની પુષ્ટિ કરી છે.
કરીનાએ તેના પ્રોડ્યૂસર બનવાની અને તેના આવવા વાળા પ્રોજેક્ટ્સની ઘોષણાની સાથે તેની નવી ટીમ, એકતા કપૂર અને ડાયરેક્ટર હંસલ મહેતા સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. આ તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘નવી શરૂઆત.’
કરીના કપૂરની સાથે એકતા કપૂર તેના બેનર બાલાજી ટેલિફિલ્મ્સની સાથે આ પ્રોજેક્ટને પ્રોડ્યૂસ કરશે. આ collaboration બે મજબૂત મહિલાઓ, એકતા કપૂર અને કરીના કપૂર ખાનની સાથે આવવાનું પ્રતીક છે. આની પહેલા તે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં સાથે કામ કર્યું હતું.
દિલચસ્પ વાત એ છે કે બ્લોકબસ્ટર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ કરીના કપૂર ખાનની તેમના છોકરા તૈમુરના જન્મ થયા પછી પહેલી ફિલ્મ હતી અને આ વખતે તેમના બીજા છોકરા થયા બાદ તેમની પહેલી ફિલ્મ હશે. સંયોગથી બંને ફિલ્મ એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.
પહેલી વાર નિર્માતા બનવાની ખુશીમાં કરીના કપૂર ખાન કહે છે, ‘એકતાની સાથે આ ફિલ્મમાં એક નિર્માતાના રૂપમાં કામ કરવાના રૂપમાં ખુબ જ સમ્માનિત અને ઉત્સાહિત છુ, જે મારો પરિવાર વર્ષોથી ઓળખે છે અને પહેલી વાર હંસલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે.
હું હંસલની ફિલ્મોની ખુબ જ પ્રશંશા કરું છુ અને તેમની સાથે પહેલી વાર કામ કરી રહી છુ.’ આ ફિલ્મમાં ઘણું બધું પહેલી વાર છે અને હું આ યાત્રાને શરુ કરવા માટે રાહ નથી જોઈ શકતી. બાલાજી ટેલિફિલ્મ્સની નિર્માતા એકતા કપૂર કહે છે કે, ‘ કરીના કપૂર ખાન પાવર અને ટેલેન્ટનુંડાયનામાઈટ કોમ્બિનેશન છે.
અમે છેલ્લી વખત ‘વીરે દી વેડિંગ’માં સાથે કામ કર્યું હતું, જે કોઈ ફિમેલ સ્ટાર માટે સૌથી મોટી હિટ ફિલ્મ હતી. તેમજ ફિલ્મમેકર હંસલ મહેતા કહે છે કે,’આ ફિલ્મ દ્વારા અમારો ઉદેશ્ય કરીનાની સાથે એક તાજા મનોરંજન અને મૂડી થ્રિલર બનવાનું છે, જેમાં મને ઉમ્મીદ છે કે તે એક અભિનેતાના રૂપમાં તેમની પ્રતિભાની સાથે ન્યાય કરશે.
View this post on Instagram