બંને બાળકો સાથે ઘરની બહાર સ્પોટ થઇ કરીના કપૂર ખાન, 6 મહિનાના જહાંગીરને ખોળામાં ઉઠાવીને આ રીતે આપ્યા પરફેક્ટ મોમની જેમ પોઝ

તસ્વીરોમાં જુઓ તૈમુરે કેવી હરકત કરી…7 PHOTOS માં કરીના ખાન થઇ ટ્રોલ

કરીના કપૂર છેલ્લા થોડા સમયથી તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” અને તેમાં ઉલ્લેખ કરાયેલા તેના બીજા દીકરાના નામના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી જોવા મળી રહી છે. કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકો કરીના અને સૈફને પણ ટ્રોલ કરી રહ્યા છે.

દીકરાના જન્મ બાદ કરીના અને સૈફ અલી ખાને દીકરાની તસવીરો અને નામ ઘણા લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા. પરંતુ હવે દીકરાનું નામ જહાંગીર સામે આવી ગયું છે અને તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં જ કરીના પોતાના બંને દીકરાને લઈને ઘરની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેનો મોટો દીકરો તૈમુર નૈનીની આંગળી પકડીને ચાલી રહ્યો છે તો બીજો દીકરો જેહ કરીનાના ખોળામાં ઊંચકાયેલો જોવા મળી રહ્યો છે.

કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ તસવીરો જોઈને લોકો તેને એક પરફેક્ટ મોમ પણ જણાવી રહ્યા છે. આ દરમિયાન કરીના કેજ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. કરીનાએ બેઝિક ટોપ અને પ્રિન્ટેડ પેન્ટ સાથે સફેદ રંગના શૂઝ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.

આ ઉપરાંત કરીનાએ ચહેરા ઉપર બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે. જેહને તેના ખોળામાં લઈને તે પેપરાજીથી તેનો ચહેરો પણ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન શનિવારના રોજ તેના પિતા રણધીર કપૂરના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના બંને દીકરા તૈમુર અલી ખાન અને જેહ પણ હતા. આ દરમિયાન તૈમુર પણ પેપરાજી ઉપર ગુસ્સે થતો પણ જોવા મળ્યો હતો.

Niraj Patel