જહાંગીરની મમ્મી કરીના કપૂરના ચહેરા ઉપર આવેલા આ બદલાવ જોઈને ચાહકો રહી ગયા હેરાન… ચહેરો જ નહીં હાથ અને પગ પણ……..

બ્લુ જીન્સ, પિન્ક ટોપ અને મુખડા ઉપર કાળા ચશ્મા લગાવીને મા બબિતાને મળવા પહોંચી કરીના કપૂર, ફેન્સ હાથ પગ જોઈને બોલ્યા કે

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં નામ મેળવી ચુકેલી બેગમ કરીના કપૂર હંમેશા કોઈના કોઈ કારણોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા જ તેના પુસ્તકને લઈને ચર્ચામાં રહી, પછી તેમાં  જણાવેલ તેના બીજા દીકરાના નામને લઈને અને હાલમાં જ તેના જન્મ દિવસે માલદીવના પ્રવાસને લઈને ચર્ચામાં રહી.

કરીના તેના પતિ અને બંને બાળકો તૈમુર અને જહાંગીર સાથે માલદિવનાં પ્રવાસે ગઈ હતી, ત્યાં કરીનાએ તેનો 41મોં જન્મ દિવસ ઉજવ્યો, અને હાલમાં જ તે પરત ફરી છે. ગઈકાલે સાંજે તેની માતા બબીતા સાથે મુંબઈના રસ્તા ઉપર ફરતી જોવા મળી હતી. આ દરમિયાન તેની સામે આવેલી તસવીરો જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા હતા.

કરીનાની સામે આવેલી તસ્વીરોમાં તેના ચહેરાનો રંગ ખુબ જ ડાર્ક થઇ ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો કરીનાની આ હાલત જોઈને કહી રહ્યા છે કે પોતાના સ્કિનનો રંગ ઠીક કરવા માટે એક કિલો મેકઅપની જરૂર પડી.

તેના આ બદલાયેલા ચહેરાના બદલાયેલા રંગને જોઈને લોકો શોક્ડ છે. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને કહેવામાં આવ્યું કે, “કરીનાના ચહેરાને આખરે શું થઇ ગયું છે ? તો એક અન્ય યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું કે વારંવાર માલદીવ જવાના કારણે તેનો ચહેરો ખરાબ થઇ ગયો છે. તો ઘણા લોકો તેને વજન ઓછું કરવાની પણ સલાહ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ગુરુવારના રોજ માલદીવથી પરત આવી છે અને પરત આવતાની સાથે જ તે તેની માતા બબીતાને મળવા માટે પહોંચી હતી. ત્યારે કરીનાને તેના મમ્મી સાથે ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન કરીના કપૂર ક્જયુઝલ કપડામાં જોવા મળી હતી. તેને બ્લુ જીન્સ, પિન્ક ટોપ અને બ્લેક રંગના ચશ્મા પહેર્યા હતા. કરીના આ સિમ્પલ લુકમાં પણ ખુબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી. આ દરમિયાન ખાસ વાત એ હતી કે કરીનાની સાથે ના તો તૈમુર જોવા મળ્યો હતો ના નાનો દીકરો જહાંગીર.

કરીના કપૂર જયારે પણ તેની માતા બબીતા અને તેના પિતા રણધીર કપૂરને મળવા માટે જાય છે ત્યારે તૈમુર અને જહાંગીર તેની સાથે જોવા મળે છે. પરંતુ આ વખતે કરીના એકલી જ તેની માતાને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી.

Niraj Patel