ડિલિવરીના ૧ જ મહિનામાં આવું હોટ ફિગર બનાવી લીધું…ફરી એકવાર ટ્રોલર્સના નિશાને ચડી, લોકોએ સંભળાવી બરોબરની- જાણો સમગ્ર મામલો
બૉલીવુડની બેબો કરીના કપૂરે એક મહિના પહેલા જ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે, ગઈકાલે 22 માર્ચના રોજ તેના દીકરાએ એક મહિનો પૂર્ણ કર્યો, ત્યારે હજુ દીકરો એક મહિનાનો થયો ત્યાં કરીના કામ ઉપર પણ પરત ફરી ગઈ છે.
બીજા બાળકના જન્મ બાદ શૂટિંગ ઉપર પહોંચેલી કરીના ખુબ જ આકર્ષક લુકમાં જોવા મળી હતી. તે ખુબ જ ફિટ પણ નજર આવી રહી હતી, કરીનાની તસવીરો ચાહકોને પણ હેરાન કરી દેનારી હતી.
સામે આવેલી તસ્વીરોની અંદર કરીનાનું પ્રેગ્નેન્સીમાં વધેલું વજન પણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. એવું લાગે છે જાણે કરીના સ્લિમ થવાના રસ્તા ઉપર પાછી ફરી રહી હોય.
કરીનાએ ગયા મહિનાની 21 ફેબ્રુઆરીના રોજ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો. પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટસને હંમેશા આગળ રાખવા વાળી કરીના ફક્ત એક જ મહિનાની મેટરનિટી લિવ બાદ કામ ઉપર પણ પરત ફરી છે.
આ દરમિયાન કરીનાની ઘણી બધી તસવીરો સામે આવી હતી, જેમાં કરીના કપૂર ખાન ખુબ જ સ્લિમ ટ્રિમ નજર આવી રહી હતી.
કરીના પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગના કામ-કાજ માટે બાંદ્રા પહોંચી હતી, જ્યાં ખબરપત્રીઓએ તેની ઘણી તસ્વીરોને પોતાના કેમેરામાં કેદ કરી હતી.
આ દરમિયાન કરીનાએ બ્લૂ આઉટફિટ પહેર્યો હતો. કરીનાએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાના આ લુકને કમ્પ્લીટ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં કરીનાની આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે, જેમાં ઘણા લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે, તો ઘણા લોકો હવે તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે.
ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે તે એક મહિનાના બાળકને ઘરે છોડી અને કામ ઉપર કેવી રીતે આવી શકે છે ?
એક યુઝર્સ દ્વારા કરીનાને ટ્રોલ કરતા લખવામાં આવ્યું છે કે, “આને કેટલા પૈસા કમાવવા છે યાર, ઓછામાં ઓછી સારી માણસ ભલે ના બને પરંતુ એક સારી મા તો બની જા.” તો બીજા એક યુઝર્સે લખ્યું છે, “પોતાની મેટરનીટી લિવ કેમ નથી માણી રહી. નવા ચહેરાને જ ચાન્સ આપી દે.”