પતિ સૈફ અને દીકરા જહાંગીર અલી ખાન સાથેે ઘર બહાર સ્પોટ થઇ કરીના કપૂર ખાન, કલરફુલ લુકમાં ખૂબસુરત જોવા મળી કરીના

દીકરા અને પતિ સાથે કરીનાની આઉટિંગ, નૈનીના ખોળામાં જોવા મળ્યો જહાંગીર

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

કરીના કપૂરને રવિવારના રોજ તેના પતિ સૈફ અલી ખાન અને નાના દીકરા જહાંગીર અલી ખાન સાથે ઘર બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો લુક ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. કરીના પતિ અને દીકરા સાથે આઉટિંગ પર નીકળી હતી.

કરીનાએ બ્લુ શર્ટ સાથે કલરફુલ ટાઇ-ડાઇ પેન્ટ કેરી કર્યુ હતુ. આ દરમિયાન તેણે મિનિમલ મેકઅપ, ઓપન હેર અને બ્લેક શેડ્સ સાથે લુકને કંપલીટ કર્યો હતો. કરીનાએ આ લુક સાથે વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા અને હાથમાં મગ હતો. ત્યાં જ સૈફના લુકની વાત કરીએ તો, તેણે રેડ ટી શર્ટ સાથે પેંટ કેરી કર્યુ હતુ.

આ દરમિયાન જેહ નૈનીના ખોળામાં જોવા મળ્યો હતો. તેણે ગ્રે અને વ્હાઇટ આઉટફિટ પહેર્યો હતો. કરીના અને સૈફની સાથે સાથે જેહની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. કરીના આ લુકમાં ઘણી જ ખૂબસુરત જોવા મળી રહી છે, ત્યાં જ જેહ દર વખતની જેમ ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ કરીના પરિવાર સાથે માલદીવ ગઇ હતી. તેણે ત્યાં તેનો જન્મદિવસ પતિ અને બંને દીકરા સાથે સેલિબ્રેટ કર્યો હતો તેમજ આ પહેલા તે સૈફના જન્મદિવસ પર માલદીવ ગઇ હતી. માલદીવથી કરીનાએ તેની ઘણી ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેણે ત્યાંથી ઘણી બિકી તસવીરો પણ શેર કરી હતી.

જણાવી દઇએ કે, કરીના કપૂરે વર્ષ 2021માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં તેનું શુટિંગ પૂર્ણ કર્યુ હતુ અને તે બાદ તે માલદીવ વેકેશન પર ગઇ હતી.

Shah Jina