પૈસા હોય તો બધું થાય, બેબોના માસ્કની કિંમત જાણીને આંખે અંધારા આવી જશે
બોલીવુડની બેબો કરીના કપૂરે હાલમાં જ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને જન્મ આપ્યા બાદ કરીના પોતાના કામ ઉપર પણ પરત ફરી છે અને અલગ અલગ જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે.
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના ખુબ વકર્યો છે. જેમાં સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્સ પણ સપડાઈ ચુક્યા છે. ત્યારે આ દરમિયાન સેલેબ્સ પોતાની સાવચેતી સંપૂર્ણ રીતે રાખવા માંગે છે.
ત્યારે સેલેબ્સ આ દરમિયાન સારા બ્રાન્ડેડ માસ્ક પણ પહેરે છે. આ લિસ્ટમાં કરીના કપૂર પણ છે. હાલ કરીનાએ જે માસ્ક પહેર્યું છે તેની કિંમત સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાનો વિષય બની છે.
કરીનાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે બ્લેક રંગનું માસ્ક પહેરીને બેઠેલી જોવા મળી રહી હતી. સાથે તેને ચાહકોને પણ માસ્ક પહેરવાને લઈને જાગૃત કર્યા હતા.
કરીનાએ પોતાની તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું કે, “આ કોઈ પ્રોપોગેન્ડા નથી. મહેરબાની કરીને તમારું માસ્ક લગાવીને રાખો.”
View this post on Instagram
હવે કરીનાએ આ જે માસ્ક પહેરીને તસ્વીર શેર કરી છે તેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. તેને જે માસ્ક પહેર્યું છે તેની કિંમત કોઈ મિડલ કલાસની માસિક સેલેરી પણ નહિ હોય.
કરીનાના આ માસ્ક ઉપર સફેદ રંગથી LV સિમ્બોલ લાગેલો હતો. આ માસ્ક એક સિલ્ક પાઉચમાં મળે છે. આ બ્રાન્ડની વેબસાઈટ ઉપર જો તમે જશો તો આ માસ્કની કિંમત 355 ડોલર જણાવવામાં આવી રહી છે.
ભારતીય નાણાં અનુસાર જો આ માસ્કની કિંમત જોઈએ તો તેની કિંમત 25 હજાર 994 રૂપિયા છે. માત્ર કરીના જ એવી અભિનેત્રી નથી જે આ કંપનીનું માસ્ક પહેરે છે. આ પહેલા દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર પણ આ કંપનીના માસ્ક સાથે જોવા મળ્યા છે.