કરીનાએ ભરી મહેફિલમાં કર્યો Ex શાહિદ કપૂરને ઇગ્નોર, એક્ટરનું થઇ ગયુ મોયે મોયે- જુઓ વીડિયો

પ્રેમથી કરીના કપૂરને જોઇ રહ્યો હતો શાહિદ, બેબોએ કર્યો ઇગ્નોર અને વધી ગઇ આગળ, પછી કર્યુ કંઇક એવું કે હેરાન રહી ગયા લોકો

કરીના કપૂરે દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં શાહિદ કપૂર સાથે કર્યુ એવું વર્તન કે એક્ટરનું થઇ ગયુ મોયે-મોયે…વાયરલ થયો વીડિયો

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને શાહિદ કપૂર એક સમયે રિલેશનશિપમાં હતા, બ્રેકઅપ બાદ કરીનાની હાલત ખરાબ થઇ ગઇ હતી. જો કે, આ વાતને તો ઘણા વર્ષો વીતી ચૂક્યા છે અને શાહિદ તેમજ કરીના બંને પોતાની લાઇફ તેમના પાર્ટનર અને બાળકો સાથે ખુશીથી વીતાવી રહ્યા છે.

કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને બંને હવે બે પુત્રો તૈમુર અને જેહના પેરેન્ટ્સ છે, ત્યાં શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે અને બંને એક પુત્રી મીશા અને એક પુત્ર ઝૈનના પેરેન્ટ્સ છે. હાલમાં જ કરીના અને શાહિદ 20 ફેબ્રુઆરીના રોજ મુંબઇમાં યોજાયેલા દાદા સાહેફ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડમાં જોવા મળ્યા હતા,

આ દરમિયાન કરીનાએ શાહિદને નજરઅંદાજ કર્યો એવું ચાહકોનું વીડિયો જોઇને માનવું છે. એવોર્ડ ફંક્શનમાં શાહરૂખ, કરીના, રાની, શાહિદ, આદિત્ય રોય કપૂર સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. જ્યાં કરીના અને શાહિદનો આમનો સામનો થઇ ગયો. જો કે, કરીના શાહિદને ઇગ્નોર કરી આગળ નીકળી ગઇ.

એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે શાહિક પેપરાજીને રેડ કાર્પેટ પર પોઝ આપી રહ્યો હતો અને ત્યાં કરીના આવી અને એક્ટરને ઇગ્નોર કરી આગળ નીકળી ગઇ.વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે શાહિદ કરીના તરફ જોઇ રહ્યો હતો પણ કરીનાએ તેના તરફ ધ્યાન ન આપ્યુ.

આ વીડિયો જોઇ એક યુઝરે લખ્યુ- કરીનાએ પહેલા શાહિદને ઇગ્નોર કર્યો અને પછી સાઇડથી તેની તરફ જોયુ. ત્યાં બીજાએ લખ્યુ- કરીનાએ તેને ઇગ્નોર કર્યો પણ આગળ જઇ પાછળ જોયુ. જો કે, એકે તો કરીનાને ઘમંડી પણ કહી દીધી.

તેણે લખ્યુ- કેટલી ઘમંડી છે, શાહિદને પણ હેલો બોલી દેતી. બીજા એકે લખ્યુ- શાહિદ આજે પણ જવાન છે અને કરીના કેટલી વૃદ્ધ લાગે છે. જો કે, એકે કહ્યુ- જો આજે આ બંને કપલ હોતા તો બોલિવુડની બેસ્ટ જોડી હોતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina