કરીના કપૂરે બહેન કરિશ્મા સાથે ખાધી કેક, અને 10 સેકેંડ પછી થઇ એવી હાલત કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

કરીના કપૂરે બહેન કરિશ્મા સાથે ખાધી કેક, 10 સેકેંડ પછી એવી હાલત થઇ કે….જુઓ વીડિયો

બોલીવુડની બેબો અને બેગમ કરીના કપૂર ખાન હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે, તેના બીજા દીકરાના જન્મ બાદ તે પોતાના શરીરની પણ ખુબ જ કાળજી રાખી રહી છે, આ દરમિયાન કરીના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે.

કરીનાએ રવિવાર 1 ઓગસ્ટના દિવસે સિસ્ટર્સ ડેના દિવસે ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ શેર કરી છે. જેમાં તેની સાથે તેની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂર નજર આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર કરીના અને કરિશ્માની આ રીલ ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

કરીનાએ શેર કરેલી રીલની અંદર જોઈ શકાય છે કે કરીના અને કરિશ્મા બંને ઘણીબધી કેક અને જમવાનું ખાય છે. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલી કરીના અને કરિશ્મા પહેલા ખુબ જ જમવાનું જમે છે, ખુબ જ મજા લઈને તે બધું ફૂડ ખાઈ જાય છે અને 10 સેકેંડ પછી બનેંની હાલત જોવા જેવી થઇ જાય છે. 10 સેકેંડ પછી બંને બહેનો સોફા ઉપર સુઈ ગયેલી જોવા મળે છે.

કરીનાએ આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે, “મારો શું મતલબ છે કે જયારે હું કહું છું લોલો (કરિશ્મા કપૂર) અને મેં શાનદાર વિકેન્ડ એન્જોય કર્યું.” કરીના દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને રિએક્શન પણ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ દ્વારા તેમાં મજેદાર કોમેન્ટ કરવામાં આવી છે.

કરીનાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો છેલ્લે 2020માં કરીના ઈરફાન ખાન સાથેની ફિલ્મ “અંગ્રેજી મીડીયમ”માં નજર આવી હતી. હવે કરીના આમિર ખાન સાથેની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”માં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ તેને પોતાના પ્રેગ્નેન્સી પ્રિયાડ દરમિયાન જ પૂર્ણ કરી લીધું હતું. હવે કરીનાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” ચર્ચામાં છે.

Niraj Patel