બ્રેકીંગ ન્યૂઝ:કરીના કપૂર ફરી એકવાર માતા બની, ફેન્સમાં ખુશીનો માહોલ- જુઓ PHOTOS

છેલ્લા ઘણા મહિનાથી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તથા તેમના ફેન્સ અને તેમના પરિવારમાં નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. કરીનાની ડિલિવરીને લઈને તમામ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.

જોકે, આ અહેવાલોની વચ્ચે કરીના થોડા દિવસ પહેલા પુત્ર તૈમૂર સાથે તેના બાંદ્રા નિવાસમાં ફરતી જોવા મળી હતી. સૈફ અલી ખાન પણ ત્યાં હાજર હતો. બૉલીવુડ હિરોઈન કરીના ખાન બીજી વાર આજે મમ્મી બની છે. કરીના ખાન અને સૈફ અલી ખાનને ત્યાં પુત્ર જન્મ્યો છે.

કરીના કપૂર-સૈફને આ પહેલા તૈમૂર નામે દીકરો છે. કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં Saturday રાત્રે દાખલ કરાઈ હતી અને ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. તૈમૂરનો જન્મ 2016માં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરીના ખાને જે દિવસે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈને ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. વધુમાં કરીનાએ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

તમને જાણાવી દઈએ કે ગર્ભાવસ્થાના સમયગાળામાં કરીના ખાન ખૂબ જ સક્રિય હતી. તે ફિઝિકલ રીતે પણ સક્રિય છે અને ફરતી જોવા મળે છે. કરીના સોશિયલ મીડિયામાં પણ સક્રિય છે. સતત ગર્ભાવસ્થામાં એ પ્રોમોશન કરી પણ રહી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે ડૉ. રૂસ્તમવાલાએ જ બબીતાની બંને ડિલિવરી કરાવી હતી. નીતુ સિંહ, ગૌરી ખાન, જયાની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. આ દાક્તરે બચ્ચન અને કપૂર પરિવાર સિવાય વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાને આ પહેલાં પહેલી પત્ની અમૃતા સિંહથી લાડલી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. કરીનાથી સૈફને દીકરો તૈમુર છે. બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

તેની ડિલીવરી સુધીની બધી જ અપડેટને લઇને ચાહકો ખૂબ જ એક્સાઇટેડ છે. તે કરીનાની ડિલીવરીને લઇને બધી જ જાણકારી મેળવવા માંગે છે. આ વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, કરીનાએ દીકરીને જન્મ આપ્યો છે. તે બાદ તૈમુર તેની નાની બહેન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

કરીના કપૂર ખાન તેની ડિલીવરી ડેટથી લેટ છે. તે વેલેન્ટાઇન વીકમાં તેના બીજા બાળકને જન્મ આપવાની હતી પરંતુ તે ડોકટરના ક્લિનિકથી જયારે સ્માઇલ સાથે બહાર આવી તો તેમના ચહેરાએ બધુ જ કહી દીધુ હતું.

YC