કરીના કપૂરે લાડલા તૈમુરના ડાયપરને લઈને વિચિત્ર વાત કહી કે ફેન્સ માથું ખંજવાળવા લાગ્યા…

કરીના કપૂરે તૈમુરની પોટી સાફ કરવાનુ અને ડાયપરને લઈને એવી વાત કહી કે તમારો મગજ તપી જશે, લોકોએ ગંદી રીતે સંભળાવ્યું

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં તેના પુસ્તક પ્રેગ્નેંસી બાઇબલને લઇને ચર્ચામાં છે. કરીના કપૂરે તેના પુસ્તકમાં તેની પ્રેગ્નેંસી અને બંને દીકરા તૈમુર અને જેહના જન્મના સમયના અનુભવને લખ્યો છે. પુસ્તકનો પરિચય આપતા કરીના કપૂરે તેના મધરહુડ અને વર્ક કમિટમેંટ વચ્ચે કેવી રીતે બેલેન્સ કરે છે તે બાબતનો ઉલ્લેખ કર્યો છે.

કરીનાએ તેની માતા બબીતા કપૂર અને ઘરમાં કામ કરનાર સ્ટાફનો આભાર પણ વ્યકત કર્યો છે. જેમણે બધી રીતે તેમનો સાથ આપ્યો. કરીનાએ તેના પુસ્તકમાં તૈમુરના જન્મ અને મા બનવાના અનુભવ વિશે ઘણી દિલચસ્પ વાતોનો ઉલ્લેખ કર્યો છે.

કરીના લખે છે કે, તૈમુરના જન્મ સમયે એન્સ્થીસિયાનો પ્રભાવ જેવો ઓછો થયો, મેં પહેલીવાર મારા દીકરાને છાતીએ વળગાવ્યો. મારા પહેલા બાળકના જન્મ સમયે હું પરફેક્ટ મોમ ન હતી. “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”એ પુસ્તકના કેટલાક અંશ શેર કર્યા છે, જેમાં કરીના લખે છે કે, તૈમુરના જન્મ સમયે મને ખબર ન હતી કે બાળકોની પોટી કેવી રીતે સાફ કરાય છે.

તે આગળ લખે છે કે, મને ખબર ન હતી કે બાળકોને ડાયપર કેવી રીતે પહેરાવાય છે. તૈમુરની ટોયલેટ એટલી વાર લીક થઇ જતી હતી કારણ કે હું તેને ઠીકથી ડાયપર પહેરાવી શકતી ન હતી. ત્યાં બીજી બીજુ કરીનાએ એક મા તરીકે સલાહ આપી કે બાળકના જન્મ બાદ વધારે કામ ન કરો, એ કામ કરો જે સરળ છે, કારણ કે જો માતા આરામદાયક ફીલ કરશે તો બાળક પણ તેને મહેસૂસ કરશે.

કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પુસ્તક વિશે પોસ્ટ શેર કરતા લખ્યુ કે, આ પુસ્તકમાં મારી બંને પ્રેગ્નેંસી અને બે બાળકોના જન્મના અનુભવ છે. તેમાં સારા અને ખરાબ બંનેનો ઉલ્લેખ છે. કયારેક એવું પણ હોતુ કે જયારે હું કામ પર જવા માટે હું એક્સાઇટેડ થઇ જતી અને કેટલાક દિવસ એવા પણ વીત્યા કે મને બેડ પરથી ઉઠવામાં ઘણી મહેનત કરવી પડતી હતી.

કરીના કપૂરના પુસ્તક “પ્રેગ્નેંસી બાઇબલ”ના રીલિઝ બાદથી વિવાદ શરૂ થઇ ગયો છે. અલ્પા ઓમેગાા ક્રિશ્ચન મહાસંધના અધ્યક્ષ આશીષ સિંદેએ આ પુસ્તકના નામ પર આપત્તિ જતાવતા શિવાજી નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Shah Jina