વુમન્સ ડે પર કરીના કપૂરે શેર કરી તેના નાના દીકરાની પહેલી ઝલક, જુઓ તૈમુરના નાના ભાઇની ક્યુટ તસવીર

આખરે આવી જ ગઈ કરીનાના ન્યુ બોર્ન બેબીની તસ્વીર, જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ હજી સુધી તેણે તેના દીકરાની તસવીર ચાહકો સાથે શેર કરી ન હતી. પરંતુ આજે વુમન્સ ડે પર તેને નાના દીકરાની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી છે.

આ તસવીરમાં કરીના તેના નાના દીકરાને ખોળામાં ઉઠાવતી જોવા મળે છે. આ તસવીર સાથે કરીનાએ ચાહકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક ખાસ મેસેજ પણ શેર કર્યો છે.

ત્યાં કરીનાના બીજા દીકરાની પહેલી ઝલક જોઇ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. કરીનાની આ તસવીર થોડી જ મિનિટોમાં વાયરલ થઇ ગઇ હતી.

કરીનાએ બ્લેક અને વ્હાઇટ તસવીર શેર કરતા લખ્યુ કે, એવું કંઇ જ નથી જે મહિલાઓ કરી શકતી નથી. બધાને વુમન્સ ડેની શુભકામના. કરીનાની આ પોસ્ટ પર તેની નણંદ સોહા અલી ખાને કમેન્ટ કરી લખ્યુ છે કે, તમે રોક છો, લવ યુ. આ ઉપરાંત બધાએ આ પોસ્ટ પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે.

કરીના કપૂર જયારે પહેલીવાર માતા બની હતી ત્યારે તેમના પહેલા દીકરા તૈમુરના નામને લઇને ઘણો હંગામો થયો હતો. આ નામને કારણે કરીના અને સૈફને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તૈમુર ઘણીવાર મીડિયાના કેમેરામાં કેદ થતો હતો.

કરીના કપૂર તેના બીજા દીકરાને લઇને ખૂબ જ સાવધાની રાખી રહી છે. તેણે હજી સુધી તેના દીકરાની પહેલી ઝલક લોકો સુધી પહોંચાડી નથી. આ સાથે જ તેમના દીકરાનું નામ પણ સામે આવ્યુ નથી.

કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા”માં જોવા મળશે. ત્યાં જ સૈફ અલી ખાન “ભૂત પોલિસ”માં જોવા મળશે. જેમાં તેમની સાથે અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેકલીન પણ જોવા મળશે.

Shah Jina