આ વાયરલ તસવીરો જોતા જ ફેન્સ આવ્યા ટેંશનમાં, જાણો અચાનક શું થયું
કરીના કપૂર અને સૈફ અલી ખાનનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને તેમની ગાડીથી ઉતરી ક્લિનિક તરફ જઇ રહ્યા છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેનુ કારણ કરીના અને સૈફ નહિ પરંતુ અચાનક કેમેરાની સામે આવી ગયેલ વોચમેન છે. આ વીડિયો જોઇ લોકો વોચમેનને લઇને ઇમોશનલ થતા પણ જોવા મળી રહ્યા છે.
કરીના કપૂર હાલમાં જ મુંબઇના એક ક્લિનિક બહાર સ્પોટ થઇ હતી. સામે આવી તસવીરોમાં જોઇ શકાય છે કેે કરીના દોડતી ભાગતી ક્લિનિક પહોંચી. કરીનાએ ગ્રે ટ્રેકિંગ શુટ પહેર્યો હતો અને તેણે વાળને બાંધીને રાખ્યા હતા. તેણે ચહેરા પર સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. માસ્ક હોવા છત્તાં તે પરેશાન લાગી રહી હતી. તેની સાથે પતિ સૈફ અલી ખાન પણ નજરે પડ્યા હતા. તેઓ આ દરમિયાન કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.
શુક્રવારે કરીના અને સૈફ ક્લિનિક પહોંચ્યા, જયાં ફોટોગ્રાફર પહેલાથી જ હાજર હતા. કરીના અને સૈફને કેપ્ચર કરવા માટે ફોટોગ્રાફર્સ તસવીરો ક્લિક કરવા લાગ્યા, આ દરમિયાન જયારે કરીના ગાડીમાંથી ઉતરી તો વોચમેન વચ્ચે આવી ગયો અને પાછળથી કોઇ એવું બોલ્યુ કે સાઇડમાં હટને વોચમેન, લોકોને આ વાત બિલકુલ પણ પસંદ ના આવી.
લોકોનો ગુસ્સો આ વાત પર ફૂટ્યો અને સતત વોચમેન માટે લોકોએ તેમની ફિલિંગ્સ જાહેર કરી. આ વીડિયો પર લોકો નારાજ થતા જોવા મળ્યા અને લોકો અલગ અલગ કમેન્ટ પણ આ વીડિયોમાં કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ ફેબ્રુઆરીમાં કરીના અને સૈફ તેમના બીજા દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. ફેબ્રુઆરીમાં દીકરાના જદન્મ બાદથી કરીના અને સૈફે તેમના દીકરાનો ચહેરો હજી સુધી બતાવ્યો નથી. એટલું જ નહિ, દીકરાના નામનો ખુલાસો પણ હજી સુધી કર્યો નથી.
View this post on Instagram