જે ઘરેથી નાના લાડકવાયા ભાઈની અર્થી ઉઠી એના છઠ્ઠા દિવસે જ કપૂર ખાનદાન પાર્ટીની મોજ કરતું હતું? આખરે ખુલ્યું રાઝ
દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે હાલમાં જ તેમનો 74મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મ દિવસની શુભકામનાઓ આપવા કપૂર પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો. કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર તેના બાળકો સાથે, બબીતા કપૂર, આદર જૈન, તારા સુતારિયા, નીતૂ સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિદ્ધિમા કપૂર શાહની સહિત અનેક સભ્યો અને સેલેબ્સ નજરે પડ્યા હતા.
તમને જણાવી દઇએ કે, આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી અને આ બાદ ટ્રોલર્સે કપૂર પરિવારને નિશાના પર લીધા હતા.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ, કેટલા બેશરમ લોકો છે, કેટલાક દિવસ તો રહી જતા. એક અન્ય યુઝરે લખ્યુ, હેરાન છું હું એક સપ્તાહ પણ થયો નથી અને આ લોકો પાર્ટી એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.
રણધીર કપૂરના ભાઇ રાજીવ કપૂરના નિધન બાદ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, તેમનું ચોથુ કરવામાં નબિ આવે. પરંતુ 15 ફેબ્રુઆરીએ રણધીર કપૂરના જન્મદિવસે કપૂર પરિવારે પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ માટે કપૂર પરિવારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
ટ્રોલ થવા પર રણધીર કપૂરે સ્પોટબોયને આપતા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ઘરમાં કોઇ જ પાર્ટી થઇ નથી. બસ એક નાની મીટિંગ થઇ હતી. એક શોકસભા થઇ હતી. અહીં કોઇ સેલિબ્રેશન થયું નથી. અમે મારા નાના ભાઇને યાદ કરી રહ્યા છીએ. તેમના નિધનથી પૂરો પરિવાર દુખી છે.