કપિલ શર્માને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇમેઇલમાં લખ્યુ- ‘જો 8 કલાકની અંદર…’
કપિલ શર્માને પાકિસ્તાનથી મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇમેઇલમાં કહ્યુ- તારા પર નજર છે, આ 3 સેલેબ્સ પણ નિશાના પર
કોમેડિયન કપિલ શર્મા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કપિલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. કપિલ પહેલા અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ આવા ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. કપિલ શર્માને ધમકીભર્યા ઈમેલ મોકલનાર વ્યક્તિએ કોમેડિયન ઉપરાંત તેના સંબંધીઓ, પરિવારના સભ્યો, પરિચિતો, મિત્રો, સાથે કામ કરનાર અને પડોશીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
મુંબઈની અંબોલી પોલીસે કલમ 351(3) હેઠળ કેસ દાખલ કર્યો છે. કેસ નોંધાતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. જો કે, કપિલ કે તેના પરિવાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ફક્ત એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે ઈમેલનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું છે. કપિલ શર્મા પહેલા રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. આ ઇમેઇલ મોકલનાર વ્યક્તિનું નામ વિષ્ણુ હોવાનું કહેવાય છે.
મુંબઈ પોલીસ તપાસમાં વ્યસ્ત છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે કે અમે આ બધું પબ્લિસિટી સ્ટંટ તરીકે નથી કરી રહ્યા. અમારી પાસે તમારી બધી પ્રવૃત્તિઓ વિશે માહિતી છે. અમને આગામી 8 કલાકમાં તમારા તરફથી તાત્કાલિક પ્રતિસાદની અપેક્ષા છે. જો અમને કોઈ જવાબ નહીં મળે તો અમે માની લઈશું કે તમે આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા, વિષ્ણુ. જણાવી દઈએ કે ત્રણેય સેલેબ્સને અલગ-અલગ સમયે ધમકીભર્યા ઈમેલ મળ્યા છે.
આ પહેલી વાર નથી જ્યારે સેલિબ્રિટીઝને ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા હોય. ગયા વર્ષે સલમાન ખાન અને એપી ઢિલ્લોનને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. સલમાન ખાનના ઘરની બહાર તો ગોળીબાર પણ થયો હતો, જેની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. જો કે, સલમાનને પાછળથી સુરક્ષા મળી અને તેણે બુલેટ પ્રૂફ કાર પણ ખરીદી. સલમાને ઘરની બાલ્કની પણ સુરક્ષિત કરાવી.