યુક્રેનમાં ફસાયા કાનપુરના ઘણા વિદ્યાર્થીઓ, માતાપિતાનું દર્દ છલક્યું કહ્યું- અહીંયા છુપાવવું પડ્યું

રુસ અને યુક્રેન વચ્ચે યુદ્ધની જંગ ખેલાતા ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે.આ વિદ્યાર્થીઓના પરિવારના લોકો સતત વીડિયો કોલ દ્વારા પોતાના બાળકોનો હાલચાલ જાણી રહ્યા છે.યુક્રેનમાં ભારતના ઘણા વિસ્તારોના બાળકો ત્યાં ફસાઈ ગયેલાની જાણકારી મળી રહી છે.એવામાં કાનપુરના રહેનારા અક્ષરા અને આરવ કુમાર પણ ત્યાં ફસાઈ જવાની વાત સામે આવી છે, જ્યા તેઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.

એવામાં બંનેના પિતા યાદવ કુમારે જણાવ્યું કે અક્ષરા અને આરવ બંનેના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલ નંબર 5માં છે. બંન્ને સાથે સાંજે 8 વાગે વાત થઇ હતી અને તેઓ સુરક્ષિત છે. આ સમયે તેઓને હોસ્ટેલના બેઝમેન્ટમાં સુરક્ષાના રૂપે રાખવામાં આવ્યા છે. બાળકોએ જણાવ્યું કે તેઓને અંદર જ રોકી રાખવામાં આવ્યા છે અને બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે.

બપોરે જમવાનું આપવામાં આવ્યું હતું પણ સાંજનું જમવાનું મળશે કે નહિ તેની કંઈ ખબર નથી અને હાલ તેઓ પાસે જે પણ નાસ્તો છે તેનાથી કામ ચલાવી રહ્યા છે.એવામાં પરિવારના લોકો ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓ જલ્દી જ કોઈ પગલાં લે અને પોતાના બાળકોને ભારત લાવે.

આ સિવાય કાનપુરના પ્રધાન સહાયક વિવેક નિગમનો દીકરો તુષાર નિગમ, વિશાલ શ્રીવાસ્તવ, દિવ્યાન તિવારી, મૃત્યુંજય ત્રિપાઠી, પણ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે અને હાલ યુદ્ધની જંગ વચ્ચે ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફોન દ્વારા ખબર અંતરની જાણ ભારત કરવામાં આવે છે અને પરિસ્થિતિ ગંભીર થતા અહીંથી નીકળવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

આગળ જણાવ્યું કે સુપર માર્કેટમાં પણ કોઈ સામાન નથી બચ્યો અને ચારે બાજુ ધમાકાઓ થઇ રહ્યા છે, એટીએમ પણ ખાલી થઇ રહ્યા છે અને વીજળી પણ નથી. એવામાં પરિવાર ભારત સરકારને જલ્દી જ કોઈ એક્શન લઈને બાળકોને ભારત લાવવા માટે વિનંતી કરી રહ્યા છે.

Krishna Patel