બ્રેકીંગ ન્યુઝ: વધુ એક જાણીતી અભિનેત્રીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું,ચાર પાનાંની સુસાઇડ નોટ લખીને મોતને કર્યું વહાલું

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે ફિલ્મી અને ટીવી દુનિયાના પણ ઘણા કલાકરો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી ચુક્યા છે. હાલ પણ એક એવી જ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં એક ખ્યાતનામ અભિનેત્રીએ આપઘાત કરી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

કન્નડ ટીવીની પ્રખ્યાત અભિએન્ટ્રી સૌજન્યાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. અભિનેત્રીની લાશ તેના બેગલુરુ સ્થિત ઘરના બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. શરૂઆતી તપાસમાં પોલીસે જણાવ્યું કે તેના બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જયારે દરવાજો તોડ્યો તો અભિનેત્રીની લાશ ફંદા ઉપર લટકી રહી હતી. અભિનેત્રીના પગમાં રહેલા ટેટુના નિશાનથી તેની ઓળખ થઇ છે. આ ઉપરાંત પોલીસને તેની રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

સૌજન્યા કન્નડ ફિલ્મમાં કામ કરી ચુકી હતી. પોલીસને સૌજન્યાના ઘરેથી 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં અંગ્રેજી અને કન્નડમાં લખવામાં આવ્યું છે કે ખરાબ સ્વાસ્થ્ય અને ઈંડસ્ટ્રીના વર્તમાન માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી હેરાન થતી હતી. તેને આગળ લખ્યું છે કે તેની પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ સુસાઇડ નોટની અંદર 27,28 અને 30 સપ્ટેમ્બરની તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટ દ્વારા પોલીસને લાગી રહ્યુ છે કે ત્રણ દિવસ પહેલા જ સૌજન્યાએ પોતાનો જીવ લેવાનો નિર્ણય કરી લીધો હતો. સૌજન્યા બેંગલુરુના દક્ષિણી જિલ્લામાં કુંબલગોડુના એક અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી.

સૌજન્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે, “મારા પ્રિય પરિવાર, હું જે પગલું ભરવા માટે જઈ રહી છું, તેના માટે બધાની માફી માંગુ છું.” અભિનેત્રીએ 27 સપ્ટેમ્બરના રોજ પણ એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તે ડિપ્રેશનથી ઝઝૂમી રહી છે. સુસાઇડ નોટમાં સૌજન્યાએ ઘણીવાર તેના માતા પિતા પાસે માફી પણ માંગી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબિયત અને કામ ના મળવાના કારણે સૌજન્યા ખુબ જ હેરાનીનો સામનો કરી રહી હતી. આજે સવારે સૌજન્યાએ સાડીનો ફંદો બનાવીને પંખાથી લટકીને પોતાનો જીવ આપી દીધો હતો. પોલીસે મામલો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે.

 

Niraj Patel