હે રામ, કામ નહીં મળતા ૩૫ વર્ષના દિગ્ગજ અભિનેતાએ ટુંકાવ્યું જીવન, 1 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ આંતિરક સમસ્યના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. સામાન્ય માણસોની જેમ સેલેબ્સ પણ ઘણીવાર ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લે છે. કોઈ કામ ના મળવાના કારણે આપઘાત કરી લે છે તો કોઈ અન્ય લોકોની સતામણીના કારણે પણ આપઘાત જેવું પગલું ભરી લેતા હોય છે.
ત્યારે હાલ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રખ્યાત કન્નડ અભિનેતા સંપત જે રામે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. સંપતની ઉંમર હજુ 35 વર્ષની જ હતી અને આ ઉંમરમાં અભિનેતાના નિધનથી ચાહકોમાં પણ શોકની લહેર છવાઈ ગઈ છે. સંપત જે રામ ઘણી ટીવી સિરિયલો અને કેટલીક ફીચર ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 22 એપ્રિલે તેણે નેલમંગલા સ્થિત પોતાના ઘરે આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો. તેમના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સંપત જે રામે કથિત રીતે કામ ન મળવાના કારણે આ કઠિન પગલું ભર્યું છે. દરમિયાન, તેમના મોત અંગે તેમના પરિવાર અથવા મિત્રો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સંપતના મૃતદેહને નેલમંગલાની ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અભિનેતાના અંતિમ સંસ્કાર તેમના વતન એનઆર પુરામાં કરવામાં આવશે. ‘અગ્નિસાક્ષી’ અભિનેતાના નિધનથી તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ શોકમાં છે. દિવંગત અભિનેતાના સહ-અભિનેતા રાજેશ ધ્રુવે સોશિયલ મીડિયા પર તેના મિત્ર વિશે હૃદયદ્રાવક પોસ્ટ શેર કરી અને તેનું દુઃખ વ્યક્ત કર્યું.