BREAKING: મનોરંજન જગતમાંથી આવ્યા દુખદ સમાચાર ! વધુ એક અભિનેતાનું થયુ નિધન, 46 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ એટેક

કન્નડ સિનેમાના પાવર સ્ટાર કહેવાતા અભિનેતા પુનીત રાજકુમારનું શુક્રવારે એટલે કે આજ રોજ અવસાન થયું છે. 29 ઓક્ટોબરે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ટ્વિટર પર ટ્વીટ કરીને તેમના નિધનની માહિતી આપી છે. અભિનેતાએ 46 વર્ષની વયે જીવનના છેલ્લા શ્વાસ લીધા. તેમના અવસાન બાદ રાજ્યમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.

પુનીત રાજકુમારની તબિયતને લઈને શુક્રવારે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તેમને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જયાં તેમને હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યુ. હવે ક્રિકેટર વેંકટેશે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમનું નિધન થઈ ગયું છે.

ક્રિકેટરે લખ્યું, ‘ખૂબ જ દુઃખની વાત છે કે અભિનેતા પુનીત રાજકુમાર નથી રહ્યા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.” આ સાથે, તેણે ચાહકોને શાંતિ જાળવવા અને તેમના પરિવારને ટેકો આપવા પ્રાર્થના કરી.

અભિનેતા પુનીતને ચાહકો અપ્પુ કહીને બોલાવતા હતા. તે દિગ્ગજ અભિનેતા રાજકુમાર અને પર્વતમ્માના પુત્ર છે. તેમણે 29થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની ફિલ્મનું નામ ‘Bettada Hoovu’ હતું, જે 1985માં રિલીઝ થઈ હતી.

એટલું જ નહીં, તેમણે ચાલીસુવા Chalisuva Modagalu અને Yeradu Nakshatragalu માં તેમના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જીત્યો.

પુનીત 2002માં દેશભરમાં અપ્પુના નામથી ફેમસ થયા હતા. તેમને આ નામ ચાહકોએ આપ્યું હતું. તે ‘અભી’, ‘વીરા કન્નડીગા’, ‘અજય’, ‘અરસુ’, ‘રામ’, ‘હુદુગરુ’ અને ‘અંજની પુત્ર’ જેવી પ્રખ્યાત ફિલ્મો માટે જાણીતા છે. તે છેલ્લે ફિલ્મ ‘યુવારાથના’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.

સવારે જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તે ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, પુનીત તેની પત્ની અશ્વિનીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમને બે દીકરીઓ છે. પુનીતને શાંતિ બહુ ગમતી હતી. તેમણે તેમના ઘરમાં ખૂબ જ સોબર પેઇન્ટ પણ કરાવ્યો હતો. તેમને ચળકતો રંગ જરાય ગમતો ન હતો.

પુનીતના આકસ્મિક નિધનથી ફિલ્મ જગતને આઘાત લાગ્યો છે. તે હાલમાં જ શિવરાજકુમારની ફિલ્મ બજરંગી 2નું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. પુનીત રાજકુમારના જવાના સમાચાર સાંભળીને બોલિવૂડ સ્ટાર્સે પણ તેમને યાદ કર્યા છે. અભિષેક બચ્ચન, બોની કપૂર, જુનિયર એનટીઆર, રામ ગોપાલ વર્મા, સોનુ સૂદ, દુલકર સલમાન, મામૂટી, હંસિકા મોટવાણી, ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, અનિલ કુંબલે અને હરભજન સિંહે પણ પુનીત રાજકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પુનીત રાજકુમારના નિધનના સમાચારે બધાને હચમચાવી દીધા છે. ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસે પુનીત રાજકુમારને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. એરિકા ફર્નાન્ડિસે ટ્વિટર પર લખ્યું, ‘હું અત્યારે આઘાતમાં છું. આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જે પોતાની તબિયત પ્રત્યે આટલા સભાન રહેતા હતા…પુનીત બહુ જલ્દી જતા રહ્યા…. અપ્પુ તમારા આત્માને શાંતિ મળે.

એરિકાના આ ટ્વિટ પછી લોકો વિચારી રહ્યા છે કે બંને વચ્ચે શું કનેક્શન હતું? તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એરિકાએ કન્નડ ફિલ્મ નિનીદાલેમાં પુનીત રાજકુમાર સાથે કામ કર્યું હતું. એરિકા ફર્નાન્ડિસ ઉપરાંત સોનુ સૂદ, બોની કપૂર, વિવેક ઓબેરોય અને હંસિકા મોટવાણીએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો છે.

Shah Jina