ફેન્સ માટે ખુશખબરી: કરીના ખાન નહિ પણ આ દિગ્ગજ અભિનેત્રી બનશે “સીતા”, જુઓ PHOTOS

આ દિગ્ગજ અભિનેત્રી કરશે માતા “સીતા” નો રોલ, જોઈ લો તસવીરો

ફિલ્મોમાં કયારેક ધાકડ ગર્લ, થલાઇવી તો કયારેક ક્વીન બનીને લોકોનું  દિલ જીતનારી અભિનેત્રી કંગના રનૌત હવે જલ્દી જ સીતા  માતાનો રોલ પ્લે કરવા જઇ રહી છે. કંગના જલ્દી જ ફિલ્મમાં “માતા સીતા”નો રોલ નિભાવવાની છે. આ વાતની જાણકારી કંગનાએ પોતે સોશિયલ મીડિયા પર આપી છે. કંગના રનૌતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યુ  છે કે, અલૌકિક દેસાઇના નિર્દેશનમાં બનનારી ફિલ્મ “સીતા”માં તે મુખ્ય પાત્ર નિભાવવાની છે.

અભિનેત્રીએ તેની પોસ્ટમાં લખ્યુ છે કે, “ધ ઇનકારનેશન : સીતા” હું ઘણી ખુશ છું, આ ફિલ્મમાં ટાઇટલ રોલ નિભાવવા માટે આ ટેલૈંટેડ આર્ટિસ્ટની ટીમ સાથે. સીતા રામના આશિર્વાદથી. જય સિયારામ. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં બનેલી હતી. આ પહેલા ખબર હતી કે, ફિલ્મમાં કરીના કપૂર ખાન માતા સીતાનો રોલ નિભાવશે. આ ફિલ્મ માટે કરીનાએ 12 કરોડ રૂપિયા ફિસ માંગી હતી.

“થલાઇવી” બાદ “સીતા” કંગનાની વધુ એક પૈન ઇંડિયા ફિલ્મ હશે જે 5 ભાષાઓમાં રીલિઝ થશે. ‘સીતા’નું નિર્દેશન અલૌકિક દેસાઇ કરવાના છે. ઘણી નામો વચ્ચે હવે પ્રોડ્યુસરે કંગના રનૌતના નામ પર મહોર લગાવી દીધી છે. કંગનાના વર્કફ્રંટની વાત કરીએ તો, આ સમયે અભિનેત્રી ઘણી વ્યસ્ત છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

Shah Jina