અયોધ્યા મંદિરમાં ચશ્મા પહેરી ઝાડુ લગાવવા પર ટ્રોલ થઇ કંગના રનૌત, યુઝર્સ બોલ્યા- સનગ્લાસેસ પહેરી સફાઇનો શો ઓફ…

અયોધ્યામાં કંગના રનૌતે હનુમાન ગઢી મંદિરમાં કરી સાફ સફાઇ, યુઝર્સ બોલ્યા- સનગ્લાસેસ પહેરી સફાઇનો શો ઓફ…

કંગના રનૌત બોલિવૂડની એ અભિનેત્રી છે જે હંમેશા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. તે હંમેશા કોઈપણ પ્રકારના મુદ્દા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. કંગના ક્યારેય હિંદુ ધર્મનો પ્રચાર કરવામાં ડરતી નથી. એક્ટ્રેસ અવારનવાર તેના સોશિયલ મીડિયા પર ભક્તિમાં ડૂબેલી તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

કંગના રનૌતે હનુમાન ગઢી મંદિરમાં કરી સાફ સફાઇ

ત્યારે હાલમાં જ કંગના 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચી હતી, જ્યાંથી તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. કંગના અયોધ્યા પહોંચી અને ત્યાં ઋષિ-મુનિઓ સાથે હવન-પૂજા કરી. આ દરમિયાનનો તેનો એક વીડિયો સામે આવ્યો છે.

સાડી, હેવી મેકઅપ, હેવી જ્વેલરી અને સનગ્લાસેસ સાથે મંદિરમાં લગાવતી જોવા મળી ઝાડુ

જેમાં તે મરૂન અને ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે. આ સાડી સાથે તેણે હેવી ગોલ્ડન નેકલેસ પહેર્યો છે અને સાથે સનગ્લાસેસ પણ કેરી કર્યા છે. વીડિયોમાં તે હનુમાન ગઢી મંદિરમાં ઝાડુ લગાવતી જોવા મળી રહી છે. ત્યારે આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો કંગના રનૌતને શેરની કહી રહ્યા છે તો કેટલાક લોકો તેની બેંડ બજાવી રહ્યા છે.

યુઝર્સને પસંદ ન આવી કંગનાની સફાઇની સ્ટાઇલ

વાસ્તવમાં કંગના જે રીતે મંદિરમાં સફાઈ કરી રહી છે તે યુઝર્સને દંભી લાગી. કંગનાએ સફાઇ દરમિયાન સુંદર સાડી પહેરી હતી અને એટલું જ નહીં તેણે હેવી મેકઅપની સાથે હેવી જ્વેલરી અને સનગ્લાસ પણ કેરી કર્યા હતા. ત્યારે આ લુકમાં તેના હાથમાં ઝાડુ જોઈને ટ્રોલર્સ તેની પાછળ પડી ગયા.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યું, ‘ભારે મેક-અપ, જ્વેલરી, સનગ્લાસ પહેરીને મંદિરની સફાઇનો શો ઓફ થઇ રહ્યો છે. અન્ય એકે લખ્યું, ‘સનગ્લાસ સાથે. બીજા એકે કહ્યું, ‘ગોગલ્સ પહેરી મંદિરને સાફ કરવાથી વધારે પુણ્ય મળે છે.’ અન્ય એકે કહ્યું, નોટંકી તેના સર્વોત્મ સ્તર પર.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina