જુઓ “બચપન કા પ્યાર” ગીતના અસલી ગાયક કમલેશ બારોટ જીવે છે કેવું સાદગી ભરેલું જીવન

સોશિયલ મીડિયામાં એક ગીતે ખુબ જ ધૂમ મચાવી દીધી, આજે મોબાઈલમાં કોઈપણ સોશિયલ મીડિયાની એક સાઈટ ખોલો એટલે આ ગીત તો સાંભળવા મળશે જ. એ ગીત છે “જાનુ મેરી જાનેમન બચપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે..”.

સ્કૂલના એક નાના એવા બાળક દ્વારા ગામમાં આવેલું “બચપન કા પ્યાર” ગીત એ હદ સુધી  ફેમસ બની ગયું કે બોલીવુડના સેલેબ્રિટીઓ પણ આ ગીત ઉપર પોતાના વીડિયો બનાવવા લાગી ગયા, જયારે આ ગીત વાયરલ થયું ત્યારે તેના અસલી ગાયક વિશે લોકો જાણવા ઇચ્છતા હતા અને તેના અસલી ગાયકનું નામ સામે આવતા જ સૌ હેરાન રહી ગયા.

આ ગીતના અસલી ગાયક પંચમહાલ જિલ્લાના એક નાના એવા  ગામમાં રહેતા ગીતકાર કમલેશ બારોટ હતા. જેને ગુજરાતીઓ ટીમલી કિંગ તરીકે પણ ઓળખે છે અને તેમના ગીતો પંચમહાલ તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ધૂમ પણ મચાવતા હોય છે.

મલેશ બારોટે આ ગીતને વર્ષ 2018માં ગયું હતું અને પ્રસારિત કર્યું હતું. ત્યારે પણ હાલોલ અને આસપાસના પંથકમાં આ ગીતની ખુબ જ બોલબાલા હતી, ખાસ લગ્નના વરઘોડાની અંદર આ ગીતને ખુબ જ ઉત્સાહથી વગાડવામાં આવતું અને તેના તાલે લોકો ઝુમતા હતા.

કમલેશ બારોટે અત્યાર સુધી 1500  કરતા પણ વધારે ગીતો ગાયા છે અને અલગ અલગ યુટ્યુબ ચેનલોના મધ્યમથી તેને પ્રસારિત પણ કર્યા છે. કમલેશ બારોટને ટિમ્બલી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં તેમના ગીતોની ખુબ જ બોલબાલા પણ જોવા મળે છે.

કમલેશ બારોટ ખુબ જ સાદગીથી પોતાનું જીવન જીવે છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ છે. સહેદવ દ્વારા તેને ગયેલા ગીતના કારણે પણ હવે કમલેશ બારોટની ઓળખાણ દુનિયાભરમાં થઇ રહી છે.

ગીતને વાયરલ થવા ઉપર મીડિયા સાથે વાતચીતમાં કમલેશ બારોટે પણ સહદેવનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું “મારા દ્વારા ગાવામાં આવેલા આ ગીતને પ્રચલિત કરવા માટે સહદેવનો ખુબ ખુબ આભાર”

 

View this post on Instagram

 

A post shared by BADSHAH (@badboyshah)

પ્રખ્યાત ગીતકાર બાદશાહએ આ ગીત વાયરલ થયા બાદ “બચપન કા પ્રેમ” વાળો બાળક વાલ સહદેવને મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ એક ગીત પણ શૂટ કર્યું હતું, એ ગીત 11 ઓગસ્ટએ રિલીઝ થશે, આ ગીત માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ગીત દેશના વાયરલ થયા બાદ મોટી મોટી સેલિબ્રીટીઓ પણ રિએક્ટ કરી રહી છે અને તેને ધ્યાને રાખીને કમલેશે સહદેવનો આભાર માન્યો છે અને તેના ભવિષ્ય અંગે શુભકામના પાઠવી હતી.

Niraj Patel