જે અવાક થાય તે આશ્રમમાં દાન કરનાર કમા ભાઈ લગ્ન કરશે કે નહિ….પોતે જ જણાવ્યું

કિર્તીદાનના ડાયરામાંથી આજે ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત બની ગયેલો દિવ્યાંગ કમો મોટું નામ બની ગયો છે. તેને જોવા અને મળવા માટે તો આજે જનમેદની ઉમટી પડે છે. ફક્ત કિર્તીદાનના જ ડાયરામાં નહિ પરંતુ ઘણા બધા લોક કલાકારોના ડાયરામાં કમો હાજરી આપે છે અને લોકો પણ તેને મળવા માટે પડાપડી કરતા હોય છે. કમો જયારે ડાયરામાં પહોંચે છે ત્યારે લોકો તેનું ફૂલ હાર પહેરાવીને સન્માન પણ કરતા હોય છે, અને સાથે જ તેના પર રૂપિયા પણ ઉડાવતા હોય છે. આ ઉપરાંત તેને ભેટમાં પણ હજારો રૂપિયા આપતા હોય છે.

કિર્તીદાન ગઢવીએ કમાને 2000 રૂપિયા આપીને આની શરૂઆત કરી હતી. ત્યારે આજે કમો ગુજરાતનો હીરો બની ગયો છે. એક કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સ્ટેજ પર કમો પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ દરમિયાન તેને સ્ટેજ ઉપરથી ભાષણ પણ આપ્યું હતું. જેને સાંભળીને લોકો પણ તેની વાહ વાહ કરવા લાગ્યા હતા. કમો જણાવે છે કે તે દિલ્હી નરેન્દ્ર મોદીની સભામાં જવાની પણ ઉચ્છા ધરાવે છે. જોકે, કમાને પૂછવામાં આવ્યુ કે તે લગ્ન કરવાનો છે, તો તેણે ના કહી હતી.

આ ઉપરાંત તેના પિતાએ જણાવ્યુ કે, તેમને ડોક્ટરે એવું કહ્યુ હતુ કે તે સંગીત પ્રેમી થશે અને એવું જ થયુ. તેને નાનપણથી આમાં રસ હતો. ડોક્ટરે એમ પણ કહ્યુ હતુ કે, તેને ચાલવામાં અને બોલવામાં સમય પણ લાગશે. જણાવી દઇએ કે, ડાયરામાં કિર્તીદાને જેવા સુર લલકાર્યા કે કમો ઉભો થઈને ડાન્સ કરવા લાગ્યો અને આ જોઈને કિર્તીદાન સાથે ત્યાં બેઠેલ જનમેદની પણ કમાની વાહ વાહ કરવા લાગી. ડાયરામાં જ કીર્તિદાને તેનું નામ પણ લલકાર્યું હતું

અને આ જોઈને કમો પણ ખુબ જ ખુશ થઇ ગયો. ત્યારથી કમાની લોકપ્રિયતા ઠેર ઠેર જોવા મળી રહી છે.કમો સામાન્ય માણસ કરતા સાવ જુદો છે, તે દિવ્યાંગ છે, છતાં સંગીત પ્રત્યેની તેની રુચિ ખુબ જ અનોખી છે. એટલે જ આજે કમાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ પ્રેમ આપે છે. કમાનો જયારે પહેલો વીડિયો વાયરલ થયો ત્યારથી જ લોકો કમા વિશે જાણવા માંગતા હતા

અને હવે તે આખા ગુજરાતમાં એક મોટું નામ બની ગયો છે.કમો મૂળ સુરેન્દ્રનગરની બાજુના ગામ કોઠારીયાનો રહેવાસી છે. કિર્તીદાન ગઢવી ઉપરાંત તે એન્ટી લોક કલાકારોના ડાયરામાં પણ હાજરી આપે છે અને તેને જોઈને ડાયરો માણવા આવેલા રસિકો પણ હરખાઈ ઉઠે છે. આજે કમો 4-4 બોડીગાર્ડને સાથે રાખીને ડાયરામાં એન્ટ્રી મારે છે, ત્યારે તેને જોઈને કમાભાઈની લોકપ્રિયતાનો અંદાજો તમે લગાવી શકો છો.

Shah Jina