કમલ હાસને ખોલી તિજોરી, સૂર્યાને આપી લગ્ઝરી ઘડિયાળ, ડાયરેક્ટરને કાર અને વહેંચ્યા 13 બાઇક્સ
સાઉથ સ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ ઘણી ધૂમ મચાવી રહી છે. લાંબા સમય બાદ પોતાના હીરોને મોટા પડદા પર જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. આ ફિલ્મે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં વિશ્વભરમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. એક્શન-થ્રિલરમાં વિજય સેતુપતિ, ફહદ ફાસિલ અને સુર્યા પણ છે. ‘ટ્રેડ સોર્સ’ અનુસાર, આ ફિલ્મ કમલ હાસનના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ છે. 200 કરોડનું કલેક્શન કરનારી આ તેની પહેલી ફિલ્મ છે. ફિલ્મની સફળતા બાદ કમલ હાસનનો ઉત્સાહ જોવા જેવો છે.
અભિનેતાએ વિક્રમના નિર્દેશક લોકેશ કનાગરાજને નવી કાર ભેટમાં આપી છે. આ સાથે તેમણે સૂર્યાને રોલેક્સ ઘડિયાળ અને 13 સહાયક નિર્દેશકોને એક-એક બાઇક ભેટમાં આપી છે. મંગળવારે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના ટ્રેકર રમેશ બાલાએ ટ્વિટર પર જાહેરાત કરી કે ‘વિક્રમ’ ફિલ્મે પાંચ દિવસમાં 200 કરોડનું કલેક્શન કર્યું છે. તેણે ટ્વિટ કર્યું, ‘#વિક્રમ વિશ્વભરમાં 200 કરોડ ક્લબમાં પ્રવેશી ચૂકી છે.’ સોમવારે બાલાએ કહ્યું કે વિક્રમે માત્ર ત્રણ દિવસમાં 150 કરોડથી વધુ કલેક્શન કર્યું છે.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022
તેણે ટ્વિટ કર્યું, ‘#વિક્રમ સાર્વત્રિક હિટ સાબિત થઇ છે. કમલ હાસન ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તેમણે સૌથી પહેલા ‘વિક્રમ’ના ડિરેક્ટર લોકેશ કનાગરાજને લેક્સસ કાર ગિફ્ટ કરી. જે બાદ તેમણે સહ-અભિનેતા સુર્યાને રોલેક્સ ઘડિયાળ ભેટમાં આપી. સુર્યાએ આ ખુશી ટ્વિટર પર ચાહકો સાથે શેર કરી હતી. તેણે લખ્યું, ‘આવી ક્ષણ જીવનને સુંદર બનાવે છે! તમારા રોલેક્સ માટે અન્નાનો આભાર!”
https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc
— Ramesh Bala (@rameshlaus) June 7, 2022
આ ઉપરાંત કમલ હાસને ‘વિક્રમ’ પર કામ કરતા 13 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને Apache RTR 160 બાઇક પણ ગિફ્ટ કરી છે. કમલ હાસને આખી ટીમને તેમની મહેનત માટે પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. કમલ હાસન ‘વિક્રમ’ના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. કમલ હાસને એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેમણે ‘વિક્રમ’ને જબરદસ્ત હિટ બનાવવા માટે દર્શકોનો આભાર માન્યો હતો.