રાજકોટમાં જ એક યુવતીએ બીજી યુવતીને અપશબ્દો બોલી અને છુટ્ટા હાથે તૂટી પડી, વાળ પકડીને નીચે પછાડી, ઘટનાનો વીડિયો થયો વાયરલ

રંગીલા રાજકોટમાં યુવતીએ બીજી યુવતીના વાળ પકડીને નીચે પછાડી, ઘટનાનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયાની અંદર કોઈપણ નાની મોટી ઘટનાના વીડિયો કેદ થઇ જતા હોય છે અને આવા વીડિયોને જોઈને લોકો હેરાન પણ રહી જતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં બે યુવતીઓ એક બીજા સાથે મારા મારી કરતી જોવા મળી રહી છે ઉપરાંત ખુલ્લેઆમ અપશબ્દોના ઉચ્ચાર પણ કરી રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન બહાર બે યુવતીઓએ છૂટા હાથની મારામારી કરી પોલીસને બેફામ ગાળો ભાંડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એકે બીજીના વાળ પકડી જમીન પર પછાડી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

બંને યુવતીઓ વચ્ચે ચાલી રહેલી આ મારામારીને જોવા માટે રસ્તા ઉપર લોકોના ટોળા પણ ભેગા થયા હતા, જેમ,આથી જેમાં કેટલાક લોકો યુવતીઓને સમજાવતા પણ જોવા મળ્યા હતા, પરંતુ યુવતી એટલી ગુસ્સામાં આવી જાય છે કે સામેની યુવતીને મારવા માટે દોડે છે, તો બીજી યુવતી મારવા માટે આવેલી યુવતીના વાળ પકડી અને જમીન ઉપર ફેંકી દે છે.

જો કે હજુ આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે લોકો પોલીસ યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે.

Niraj Patel