કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી મામલે કરી સ્પષ્ટતા

મોરબીમાં પાટીદારની દીકરીઓ પર કરેલા નિવેદનને લઇને કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. કાજલે જણાવ્યું કે- હું ભાગી નહિ, જાગી છુ. માત્ર ભ્રમિત કરવા વીડિયો એડિટ કરી વાયરલ કરાયો છે. હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. 11 મહિના પહેલા સભા હતી અને મને લવ જેહાદ મુદ્દે બોલાવનું કહ્યું હતુ.

જણાવી દઇએ કે, જે નિવેદનને કારણે હોબાળો મચ્યો તેમાં કાજલ હિંદુસ્તાનીએ કહ્યું હતુ કે- પાટીદાર યુવતીઓ બીજા ધર્મના બોયફ્રેન્ડ બનાવે છે અને લાખો-કરોડોની ગિફ્ટ આપે છે. ત્યારે કાજલ હિંદુસ્તાનીના નિવેદન બાદ પાટીદાર સમુદાયમાં રોષ જોવા મળ્યો. ત્યારે વિવાદિત નિવેદન બાદ કાજલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બરસાતી મેંડક ચૂંટણી આવી એટલે બહાર નીકળ્યા. આ લોકો કોંગ્રેસ પાર્ટીથી આવીને જ્ઞાતીવાદ ફેલાવે છે.

હત્યાઓ થાય છે ત્યારે કેમ સમાજ યાદ નથી આવતો. મારા નામની પાછળ જ હિંદુસ્તાની લગાવુ છું. સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરું છુ. કાજલે કહ્યુ- મારો આ વિરોધ કરે છે તેમને પુછવું છે, શું તમે લવજેહાદને માનો છો ? જો માનતા હોય તો વિરોધ ન કરો. જો તમે માનો છો મતબલ તમે કનવર્ટ થઇ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી. પાટીદારો પર અનેક હુમલા થયા ત્યારે આ પાટીદારો કેમ ચૂપ થઇ ગયા ?

કોંગ્રેસની વોટબેંક જ જેહાદીઓ છે, એટલે આ કાવતરૂ કર્યુ છે. આગળ કાજલે કહ્યુ કે- આ નિવેદન એક વર્ષ પહેલાનું છે, અને મને સમાજમાંથી લવજેહાદ વિશે બોલવા કહેવાયું હતું. મેં 50 મિનિટની સ્પીચ આપી હતી પણ માત્ર 5 સેકન્ડની ક્લિપ જ વાયરલ કરાઇ. જાતિવાદી ઠગોને પટેલ સાથે કોઇ લેવા દેવા નથી. આ લોકોના કહેવાથી અમને કંઇ ફેર પડતો નથી. કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ જણાવ્યું કે- પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. કોઇપણ સમાજની બહેન-દીકરીઓ પર આવું ન બોલાય.

Shah Jina