મેચિંગ ઇયિંગ, સ્ટાઇલિશ વોચ, મસ્કરાથી સજેલ પલકો…શપથ ગ્રહણમાં પોતાના લુકથી ટ્રમ્પની પૌત્રીએ વરસાવ્યો કહેર

પોતાના લુકથી ચર્ચામાં આવી ટ્રમ્પની પૌત્રી કાઇ ટ્રમ્પ, સોશિયલ મીડિયા પર છે હિટ

યુએસના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી સમારોહની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્યાંક કોઈ કોઈના પહેરવેશની ચર્ચા કરી રહ્યું છે, તો ક્યાંક કોઈની બોડી લેંગ્વેજની. એલોન મસ્કના નાઝી સલામ પર પણ કંટ્રોવર્સી થઇ રહી છે. પરંતુ આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની 17 વર્ષની પૌત્રી કાઈ મેડિસન ટ્રમ્પ બાજી મારી ગઈ.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેની સુંદરતાથી પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક તેના ડ્રેસિંગ સેન્સના વખાણ કરતા થાકતા નથી. તેણે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ સાંજની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક પોસ્ટમાં તેણે પોતાનો પહેલો ભવ્ય લુક શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘ધ બિગ ડે!’. ત્યાં એક વીડિયોમાં તે લાના ડેલ રેના ગીત યંગ એન્ડ બ્યુટીફુલને ગુનગુનતા પોતાના ગ્લિટરિંગ ગાઉનને બતાવતી જોવા મળે છે. આ વીડિયોનું કેપ્શન હતું, ‘ઇનોગરેશન બોલ ડાંસ રેડી.’

આ ગાઉનમાં ચમકતા સિક્વિન્સ, ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન, ફ્રન્ટ કટ-આઉટ અને હાઇ સ્લિટ સામેલ હતુ… તેણે ક્રિસ્ટલથી શણગારેલી ચેઇન, મેચિંગ ઇયરિંગ્સ, સ્ટેક્ડ બ્રેસલેટ અને કિટન હીલ્સ સાથે સ્ટાઇલ કર્યું. કાઈએ આ લુક તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો. કાઈએ શપથગ્રહણ બોલ માટે શેરી હિલનો બીજો ગ્લેમરસ ડ્રેસ પસંદ કર્યો.

આ મધ્યરાત્રિના બ્લુ સ્ટ્રેપલેસ ડ્રેસમાં ચમકદાર સિક્વિન્સ, ડીપ નેકલાઇન, કટ-આઉટ ડિટેઇલ અને આગળનો ભાગ સ્લિટ હતો. તેણે તેને સફેદ ટોપ હેન્ડલ ક્લચ, સ્ટ્રેપી પંપ અને જ્વેલરીથી કંપલીટ કર્યો. કાઈ મેડિસન ટ્રમ્પની વાત કરીએ તો તે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા હેડનની સૌથી મોટી પુત્રી છે.

આ 17 વર્ષીય યુટ્યુબર તેની સ્ટાઇલ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી માટે સમાચારમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વાર લગ્ન કર્યા છે, તેમના પાંચ બાળકો અને 10 પૌત્ર-પૌત્રીઓ છે. તેમની સૌથી મોટી પૌત્રી કાઈ ટ્રમ્પ છે. ગયા વર્ષે જુલાઈમાં વિસ્કોન્સિનના મિલ્વૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સ્ટેજ પર રાજકીય પદાર્પણ કર્યું ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

પોતાના ભાષણ દરમિયાન કાઈએ કહ્યું, ‘મારા માટે, તે એક સામાન્ય દાદાજી છે.’ જ્યારે અમારા માતા-પિતા અમારી પાસે ન હોય, ત્યારે તે અમને કેન્ડી અને સોડા આપે છે. તે હંમેશા જાણવા માંગે છે કે અમે સ્કૂલમાં કેવું પ્રદર્શન કરી રહ્યા છીએ. ઘણા લોકોએ મારા દાદાને ખૂબ તકલીફ આપી છે અને તેઓ હજુ પણ ઉભા છે.’

Previous Article

જે ઓટો ડ્રાઇવરે સૈફ અલી ખાનને પહોંચાડ્યો હોસ્પિટલ, તે રાત્રે નહોતુ લીધુ ભાડુ તેને મળ્યુ આટલું મોટુ ઇનામ, જાણો

Next Article

ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, રોજગારની કરી રહ્યો હતો શોધ

error: Protected Content!