પાલીતાણા પરિક્રમા કરવા માટે ગયો હતો ખંભાતનો પરિવાર, ખબર નહોતી કાળ રસ્તામાં ટ્રક બનીને આવશે, 5 લોકોના થયા દુઃખદ મોત

રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં સામે આવવા લાગી છે, જેમાં કેટલાક માસુમ લોકોના મોત પણ નિપજતા હોય છે. ઘણા લોકો પરિવાર સાથે રજાઓમાં ફરવા માટે જતા હોય છે કે કોઈ ધાર્મિક સ્થળના દર્શનાર્થે જતા હોય છે કે આવતા હોય છે ત્યારે તેમને અકસ્માત નડે છે અને પરિવારના સભ્યોના દુઃખદ મોત થવાની ઘટનાઓ પણ સામે આવે છે.

ત્યારે હાલમાં જ એક એવા જ અકસ્માતની ઘટના સામે આવી છે ધોળકાના વારણા પાસેથી. જ્યાં કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર તમામ મૃતકો ખંભાતના રહેવાસી હતા અને તેઓ પાલીતાણા પરિક્રમા કરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરિવાર સાથે પરત ફરી થયા હતા ત્યારે વટામણ ભાવનગર હાઇવે પર આવેલા વારના ગામ પાસે તેમની ઇકો કાર એક ટેન્કર સાથે ભટકાઈ હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Niraj Patel