મગફળી વેચવાવાળાએ ગાયુ એવું ગીત કે…. ઇન્ટરનેટ પર મચી ગઇ બબાલ- જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયાના આજના જમાનામાં ક્યારે કોનો સિતારો ચમકે છે અને કોનો વીડિયો વાયરલ થઈ જાય છે તેની કોઈને ખબર નથી. રાનુ મંડલ હોય, ડબ્બુ અંકલ હોય કે સહદેવ દીરદો… એક વીડિયો વાયરલ થતા જ લોકો સ્ટાર બની જતા હોય છે.

હવે થોડા દિવસોથી એક ગીત વાયરલ થઇ રહ્યુ છે જેના પર તમામ લોકો રીલ બનાવી રહ્યા છે. આ ગીત છે ‘કાચા બદામ’, ગીત બહાર આવતાની સાથે જ વાયરલ થઇ ગયુ છે અને આ ગીત જેણે ગાયુ છે તે સિંગર ભુવન બદ્યાકર પણ ખૂબ ફેમસ થઈ રહ્યા છે. વાસ્તવમાં, બંગાળી ભાષામાં કાચા બદામનો અર્થ થાય છે કાચી મગફળી. મગફળીને બંગાળીમાં બદામ કહે છે.

ભુવન બદ્યાકર તેની મગફળી વેચવા માટે ગીતો ગાઈને ગ્રાહકોને આકર્ષિત કરે છે. લોકોને તેની સ્ટાઈલ પસંદ આવી રહી છે અને તેના જ કારણે વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મગફળી વેચનાર ભુવન બદ્યાકરે પોતે ‘કાચા બદામ’ ગીત કમ્પોઝ કર્યું હતું. આ ગીત બંગાળના આદિવાસી બાઉલના લોકગીતની ધૂન પર આધારિત છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ભુવન બીરભૂમ જિલ્લાના દુબરાજપુર બ્લોક હેઠળના કુરાલજુરી ગામનો રહેવાસી છે. તેના પરિવારમાં તેની પત્ની, 2 પુત્રો અને 1 પુત્રી છે. ખાસ વાત એ છે કે ભુવન પાયલ મોબાઈલ જેવી ઘરની તૂટેલી વસ્તુઓના બદલામાં મગફળી વેચે છે. તે દરરોજ 3-4 કિલો મગફળી વેચીને 200-250 રૂપિયા સુધીની કમાણી કરે છે. પરંતુ હવે તેનું ગીત વાયરલ થયા બાદ તેનું વેચાણ વધી ગયું છે.આજે આખો દેશ ભુવનના અવાજનો દીવાના બની ગયો છે. તેના ગીતો પર દુનિયાભરના લોકો રીલ બનાવી રહ્યા છે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નથી.

ભવનના ગીતની મંત્રમુગ્ધ ધૂન ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને સેંકડો લોકો તેના પર વીડિયો બનાવી રહ્યા છે. હાલમાં જ ભોજપુરી અભિનેત્રી શ્વેતા મહારાએ આના પર ડાન્સ કર્યો હતો, જેમાં તેણે શાનદાર મૂવ્સથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. દક્ષિણ કોરિયાની એક મા-દીકરીની જોડીએ પણ આ ગીત પર ડાન્સ કર્યો છે. આ બંનેનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina