“સ્વામિનારાયણ સંપ્રદાયને હવે હિન્દૂ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી..” રાજકોટના સ્વામીના નિવેદન પર બગડ્યા જ્યોર્તિનાથ મહારાજ, કહ્યું “સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે..”
Jyotirnath Maharaj Angry on Dinesh Prashad l Statement : સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત થવા આવ્યો હતો ત્યાં રાજકોટના આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીના બેફામ વાણી વિલાસના કારણે વિવાદ પાછો વકર્યો. દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેમને જણાવ્યું કે, ‘દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી.”
સનાતન ધર્મના લોકોએ અમારી બાજુ ફરકવું નહિ :
વીડિયોમાં તેમને એમ પણ કહ્યું કે, “સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે.હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે. મારા ભગવાન અંતર્યામી છે, કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. “હિન્દુ દેવી-દેવતાને ન માનનારા લોકોને સ્વામિનારાયણ ભગવાન સ્વિકારશે. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.”
જ્યોતીર્નાથ મહારાજનું નિવેદન :
આ ત્યારે હવે તેમના આ બેફામ વાણી વિલાસને લઈને જ્યોતિનાર્થ મહારાજ દ્વારા પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, ” સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનાં પ્રતિક વાપરવાનું બંધ કરે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. તેમજ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહી લેવાય.”
સનાતન ધર્મના લોકોમાં નારાજગી :
ત્યારે હવે દિનેશ પ્રસાદના આ નિવેદન બાદ અન્ય સાધુ સંતોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હજુ તો માંડ સાળંગપુરનો વિવાદ ઠંડો પડી રહ્યો હતો ત્યારે જ રાજકોટના આ સ્વામી દ્વારા બળતામાં ગ્હહી હોમવાનું કામ કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના લોકોમાં પણ દિનેશ પ્રસાદ સ્વામીના આ નિવેદનને લઈને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.