લગ્નની અંદર બૂમો પાડી પાડીને કહી રહ્યો છે વ્યક્તિ કે કેટલું આપ્યું દહેજ, લક્ઝુરિયસ કાર, સોના ચાંદીના ઘરેણાં અને લાખો રૂપિયાની રોકડ… જુઓ વીડિયો

દહેજ આપી રહેલા બાપનો આ વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠશો, લક્ઝુરિયસ કાર, સોના ચાંદીના ઘરેણાં અને લાખો રૂપિયાની રોકડ…

આપણા દેશની અંદર દહેજ નામનું દુષણ ઠેર ઠેર વ્યાપી ગયું છે. દહેજના નામ ઉપર કેટલાય બાપ દેવાદાર બની જતા હોય છે, તો ઘણી જગ્યાએ દહેજના ત્રાસથી જ કેટલીય બહેન દીકરીઓ પોતાનો જીવ પણ ત્યાગી દેતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ કહેશો કે એક બાપ માથે કેટલો ભાર ?

સોશિયલ મીડિયામાં બે વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે દીકરીનો બાપ દહેજમાં છોકરા વાળાને લાખો રૂપિયા આપી રહ્યો છે, સાથે કેટલાય ઘરેણાં અને ગાડી પણ આપે છે. જ્યાં એક વ્યક્તિ બૂમો પાડીને કેટલું દહેજ આપવામાં આવ્યું તે જણાવે છે.

આ વીડિયો યુપીના શામલીના કુરેશી સમાજનો હોવાનું સામે આવ્યું છે. શામલી પોલીસ ભવનની પાછળ જ કુરૈશી સમાજના લોકોનો દાવો છે કે તેમને લગ્ન સમારંભમાં ઘરેણાં અને રોકડ 51 લાખ રૂપિયા સહીત છોકરા વાળાને આપ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ લગ્નની અંદર સ્લેટોસ કાર પણ આપવામાં આવી. કુલ મળીને 65 લાખ રૂપિયા દહેજ આપવામાં આવ્યું.

તો કૈરાનાના એક કસ્બાના મોહલ્લા છઠીયાનીમાં લગ્ન પહેલા થવા વાળા રિવાજની અંદર વરરાજાના માથા ઉપર છોકરી પક્ષ હાથ મૂકી અને પાંચ લાખ રૂપિયા પણ આપે છે. બંને મામલા લગભગ 10 દિવસ પહેલાના જણાવવામાં આવી રહ્યા છે. જેના વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પહેલો મામલો શામલીના પોલીસ ભવનની બિલકુલ પાછળનો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે કોરોના કાળની અંદર ઘરમાં ભીડ ભેગી કરી ને નોટના બંડલ બતાવવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક વ્યક્તિ બૂમો પાડી પાડી અને જણાવી રહ્યો છે કે 20 લાખ 51 હજાર, 40 સોનાની વસ્તુઓ, 30 ચાંદીની વસ્તુઓ  આપવામાં આવી છે. આ ઉપરાંત બીજા ભાઈને 21 લાખ રૂપિયા, 11 સોનાની વસ્તુઓ વેવાઈ વેવાણને ભેટ આપી. આ ઉપરાંત સેલ્ટોસ કાર મહેમાનો સામે પ્રદર્શન કરવામાં આવી. કન્યા પણ સોનાના ઘરેણાંથી વીંટળાયેલી જોવા મળી રહી છે.

તો બીજો એક મામલો શામલીના કૈરાનાનો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે વરરાજાના માથા ઉપર છોકરી પક્ષ હાથ મૂકી અને પાંચ લાખ રૂપિયા પણ આપે છે. તે જગ્યાએ ઘણા લોકો પણ ભેગા થયા છે. કોરોના ગાઇડલાઇન પણ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel