સાઉથના દિગ્ગજ જુનિયર NTR એ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે 65 દિવસો સુધી એક જ સીનનુ શુટિંગ, 12 દિવસો સુધી બલ્ગેરિયાના જંગલોમાં…
દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR માટે સિનેમાપ્રેમીઓએ લાંબો સમય રાહ જોવી પડી હતી. સારી વાત એ છે કે સિનેમાપ્રેમીઓ અને ફિલ્મની આખી ટીમને આ ધીરજના મીઠા ફળ મળી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. જો કે, ફિલ્મની સફળતા પાછળ દિગ્દર્શક અને કલાકારોની મહેનતનો ઘણો ફાળો છે. રાજામૌલીની ફિલ્મો મોટા બજેટ માટે જાણીતી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને દિગ્દર્શક એસએસ રાજામૌલી આરઆરઆર મૂવીએ રિલીઝ થતાની સાથે જ કરેલા ધમાકાથી ખૂબ જ ખુશ છે, પરંતુ ફિલ્મના મુખ્ય કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆર સૌથી વધુ ખુશ છે.
કારણ કે આ ફિલ્મ માટે તેઓએ જે મહેનત કરી છે અને પરસેવો વહાવ્યો છે તે તો તે બંને જ જાણે છે. ફિલ્મ કમ્પેનિયનને આપેલા એક ઇન્ટરવ્યુમાં, જુનિયર એનટીઆરએ ખુલાસો કર્યો કે તેના માટે RRRનો ભીમ બનવું સરળ ન હતું, પરંતુ તેણે તેના માટે સખત મહેનત કરી. આ ઈન્ટરવ્યુમાં જુનિયર એનટીઆરએ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો કરી અને કહ્યું કે તેમના માટે ભીમ બનવું બિલકુલ સરળ ન હતું. તેણે કહ્યું કે આ ફિલ્મમાં ભીમનું પાત્ર ભજવવું એટલું મુશ્કેલ હતું કે તેણે ઘણી નિંદ્રાધીન રાતોનો ભોગ આપવો પડ્યો.
તેણે કહ્યું કે આ ફિલ્મના ઈન્ટરવલ પહેલા એક ખાસ સીન શૂટ કરવાનો હતો, જેના માટે તેણે લગભગ 65 રાત સુધી શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું ઘણું શૂટિંગ બલ્ગેરિયા અને તેના જંગલોમાં પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીએ જુનિયર એનટીઆરને આ જંગલોમાં ખૂબ દોડાવ્યા. ફિલ્મના એક સીનમાં જ્યારે જુનિયર એનટીઆરએ સિંહ સાથે એક ખાસ સીન ફિલ્માવ્યો ત્યારે તેને તેના માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. રાજામૌલી અને જુનિયર એનટીઆરએ ફિલ્મને વધુ સારી બનાવવામાં અને ભીમના પાત્રને ન્યાય આપવામાં કોઈ બેદરકારી દાખવી ન હતી.
આ માટે બંનેએ ઘણો પરસેવો પાડ્યો હતો. એ વાત પણ સાચી છે કે આ સીનને સ્પેશિયલ બનાવવા માટે VFXની મદદ લેવામાં આવી હતી પરંતુ તેને વાસ્તવિક બનાવવા માટે દિગ્દર્શક અને કલાકારોએ ઘણી મહેનત કરી છે. જુનિયર એનટીઆરએ એ પણ ખુલાસો કર્યો હતો કે ફિલ્મની રિલીઝના થોડા કલાકો પહેલા તેને ફિલ્મ બતાવવામાં આવી હતી. અગાઉ તેણે ફિલ્મ જોઈ ન હતી કારણ કે એસએસ રાજામૌલીએ તેને મંજૂરી આપી ન હતી. રાજામૌલીની કામ કરવાની રીત અલગ છે. આ જ કારણ છે કે તેણે આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી માહિતી છુપાવી હતી. હાલમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે અને બધા કલાકારોની મહેનત પણ રંગ લાવી છે.