હાર્ટ એટેક પછી થયા બ્રેઈન ડેડઃ ગર્ભવતી મહિલાનું અંગદાન
ગુજરાતમાંથી ઘણીવાર બ્રેઇનડેડ લોકોના પરિવાર દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવે છે અને તેમના અંગોનું પણ દાન કરવામાં આવે છે. ત્યારે હાલમાં પુરુષોતમ માસ એટલે કે અધિક માસ પણ ચાલી રહ્યો છે અને આ દરમિયાન દાન અને પૂજા કરી પુણ્ય કમાવવાનું પણ ઘણુ મહત્વ છે. કેટલાક લોકો રૂપિયા, તો કેટલાક અનાજ તો કેટલાક કપડાં અને ભોજન વગેરેનું દાન કરે છે.
જો કે, જૂનાગઢમાં એક પરિવારે અનોખું દાન કર્યું. ધોરાજીના ક્રિષ્નાબેન હીરપરા કે જેઓ 24 વર્ષના હતા, તેમને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવાર દ્વારા અધિક માસ નિમિતે ક્રિષ્નાબેનના અંગોના દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિમાં દાનનું ખૂબ જ મહત્વ છે અને રક્તદાન અને અંગદાન તો એવા દાન છે કે જેના દ્વારા અનેક લોકોને નવી જિંદગી આપી શકાય છે.
24 વર્ષિય પરણિતાને આંચકી આવ્યા બાદ જાહેર કરાઇ બ્રેઇન ડેડ
જુનાગઢમાં લિબર્થ હોસ્પિટલના ડો.આકાશ પટોરીયાએ જણાવ્યું હતું કે 27 વર્ષના ક્રિષ્નાબેનને બે દિવસ પહેલા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ક્રિષ્નાબેનને 9 મહિનાની પ્રેગ્નેંસી હતી અને તેમને અચાનક જ બે આંચકી આવતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યારે ક્રિષ્નાબેનનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. પછી ડોક્ટરની ટીમ દ્વારા CPR આપી તેઓનું હૃદય ફરી શરૂ કરવામાં આવ્યું હતું અને સિજીરિયન કરી ગર્ભમાં રહેલ બાળકની ડીલેવરી કરવામાં આવી હતી, પરંતુ બાળપણ મૃત જનમ્યું હતું.
ત્યારે ધોરાજીના 24 વર્ષિય ક્રિષ્નાબેન હીરપરાના ફેફસાં, કિડની અને લીવર માટે બે ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ અને દિલ્હી ખાતે લઇ જવામાં આવ્યા. ક્રિષ્નાબેનના મામા અનુસાર, તેમની ભાણી કે જે પ્રેગ્નેટ હતી, તેને ત્રણેક દિવસ પહેલા આંચકી આવતા સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને ત્યાં તેને બ્રેઈન ડેડ જાહેર કરાઇ, જે બાદ ડોક્ટર દ્વારા અંગદાન વિશે સમજાવતા પરિવારે સાથે મળી ક્રિષ્નાબેનની ઉંમર ઓછી હોવાથી તેમના અંગો બીજાને કામ આવે તેવા હેતુથી અંગદાન કરવામાં આવે તો બીજી પાંચ વ્યક્તિને નવું જીવન મળી શકે.
પરિવારે લીધો અંગદાન કરવાનો સરાહનીય નિર્ણય
ક્રિષ્નાબેનને બે આંચકી આવતા તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. જો કે ડોક્ટરે સીપીઆર આપ્યુ અને હૃદય ફરી શરૂ કરવામાં આવ્યું અને સિજીરિયન કરી ગર્ભમાં રહેલ બાળકની ડીલેવરી પણ કરવામાં આવી પણ બાળક મૃત જનમ્યું હતું. ત્યારે ક્રિષ્નાબેન હિરપરાનું હૃદય ધબકતું થતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા અને તેમની ત્રણ દિવસ સારવાર કરવામાં આવી પણ તેમની તબિયત વધુ બગડતા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. જે બાદ ક્રિષ્નાબેનના પરિવારને અંગદાન વિશે સમજાવવામાં આવ્યુ અને પરિવાર દ્વારા સહમતી પણ દર્શાવવામાં આવી. પરિવારે જણાવ્યું કે અમે પહેલેથી જ બે જિંદગી ખોઈ ચુક્યા છીએ પણ બીજા પાંચ લોકોની જિંદગી બચતી હોય તો અમારે અંગદાન કરવું છે.
વાતાવરણના કારણે હૃદયનું દાન ન થઇ શક્યું
તે પછી સરકારી કાર્યવાહી કરી ક્રિષ્નાબેન હિરપરાની બે કિડની અને એક લીવર અમદાવાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા. જુનાગઢ ડીવાયએસપીએ જણાવ્યું કે ક્રિષ્નાબેનના અંગોને ઝાંઝરડા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાંથી રાજકોટ એરપોર્ટ પરથી પ્લેન મારફતે દિલ્હી મોકલવા માટે જુનાગઢ પોલીસની મદદથી ગ્રીન કોરીડોર ગોઠવવામાં આવ્યું. જો કે, દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, ક્રિષ્નાબેનના હૃદયનું દાન અમદાવાદના યુવાન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા ન થઇ શકી નહોતી. કેશોદ એરપોર્ટ પર વિઝિબિલીટીના અભાવે ફ્લાઇટ આવી શકે એમ નહોતી અને હેલિકોપ્ટરની વ્યવસ્થા માટેનો ખર્ચ કરવાની યુવાનની આર્થિક સ્થિતી નહોતી.
બે ફેફસા મળશે વિદેશના દર્દીને
તે બાદ બહારના રાજ્યની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વિદેશી દર્દી હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવા તૈયારી દાખવી પણ તે સમયે ક્રિષ્નાબેનનું હૃદય બીજી વખત બંધ પડી ગયુ અને હૃદયનું દાન કોઇને ન થઇ શક્યું. જો કે, તેમના બંને ફેફસા મેદાંતા હોસ્પિટલ ગુડગાંવ તેમજ લીવર અને બંને કિડની આઈ. કે. ડી. હોસ્પિટલ અમદાવાદ લઇ જવાયા. જૂનાગઢમાં બે વખત ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો એ પહેલી ઘટના છે અને સૌથી મોટી વાત એ છે કે ક્રિષ્નાબેનના બંને ફેફસાં વિદેશના દર્દીને મળશે.