ગુજરાતમાંથી ઘણીવાર તોફાની તત્વોને કારણે પોલિસ અને તેમના વચ્ચે અથડામણના સમાચાર આવતા હોય છે, ત્યારે હાલમાં જૂનાગઢમાંથી આવો બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ. મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.
જે બાદ આને લઇને ગત મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોના ટોળા એકત્રિત થયા અને પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન પથ્થરમારો થતા પોલીસ દ્વારા ટીયરગેશના સેલ છોડવામાં આવ્યા હતા. જૂનાગઢ પોલીસે સ્થિતિને કાબુમાં લેવા 174 લોકોને ઝડપ્યા હતા. જણાવી દઇએ કે, રોષે ભરાયેલા ટોળાએ એસટીના કાચ તોડ્યા હતા અને પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો.
જેને કારણે પાંચ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 1 DySP અને 4 PI સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. પોલિસ દ્વારા ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. આ મામલે પોલીસે 174 લોકોને ઝડપ્યા છે. જો કે, હાલ તો જૂનાગઢ શહેરમાં સ્થિતિ કાબૂમાં છે.
જૂનાગઢ જિલ્લા એસપીએ જણાવ્યું કે, મજેવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહને લઇ મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, તેને લઇને મુસ્લિમ સમાજ એકઠો થયો અને 500થી 600 લોકોના ટોળાને લઇને પોલિસે કોઇ બનાવ ન બને તે માટે કાફલો તૈનાત કર્યો હતો. જો કે, આ મામલે પોલીસ અને એકત્રિત થયેલા માણસો વચ્ચે સમજૂતીની એક કલાક સુધી વાત ચાલી.
પણ લોકો રોડ બંધ કરવા માટે તૈયારી બતાવી અને આને લઈ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. તે બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસના એક બાઇકની પેટ્રોલની ટાંકીમાં દીવાસળી ચાપી અને તે પછી એસટી બસને રોકી તેમાં તોડફોડ કરી. જો કે, આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે 174 લોકોને રાઉન્ડ ઓફ કર્યા છે.