Jr NTR watch Rs 8.7 crore : બોલીવુડની જેમ સાઉથના કલાકારોનો પણ ખુબ જ મોટો ચાહકવર્ગ છે અને છેલ્લા થોડા સમયથી તો સાઉથના કલાકારો બોલીવુડના કલાકારો કરતા પણ વધુ લોકપ્રિય તથા જોવા મળી રહ્યા છે. કારણ કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. સાઉથના કલાકારો પણ ફિલ્મો માટે કરોડો ચાર્જ કરતા હોય છે અને તે પણ ખુબ જ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ પણ જીવતા હોય છે. જેનું તાજું ઉદાહરણ જુનિયર NTRના કાંડા પર જોવા મળેલી ઘડિયાળથી જોવા મળ્યું.
અભિનેતા જુનિયર એનટીઆર તાજેતરમાં જ હૃતિક રોશનની ‘વોર 2’ ના શૂટિંગ માટે મુંબઈમાં જોવા મળ્યો હતો, તેણે મુંબઈના કાલીના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો. આ દરમિયાન ચાહકોની નજર તેના કાંડા પર લાગેલી ઘડિયાળ પર ગઈ, જે ખુબ જ શાનદાર હતી. મની કંટ્રોલના અહેવાલ અનુસાર Jr. NTRએ જે ઘડિયાળ પહેરી હતી અને તે રિચર્ડ મિલ કંપનીની હોવાનું કહેવાય રહ્યું છે અને તેની અંદાજિત કિમર પણ 8.7 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પેપરાજી એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ વિડિયોમાં, ‘RRR’ અભિનેતા ગ્રે ડોલ્સે અને ગબ્બાના શર્ટ, કાળી કેપ, સનગ્લાસની જોડી અને સ્ટ્રાઇકિંગ રિચર્ડ મિલી કાંડા ઘડિયાળમાં જોવા મળે છે. મની કંટ્રોલ અનુસાર, જુનિયર એનટીઆર અગાઉ રૂ. 1.37 કરોડની બીજી પ્રીમિયમ ઘડિયાળસાથે પણ જોવા મળ્યો હતો. તે બ્રાન્ડ પાટેક ફિલિપની હતી.
એટલું જ નહીં, ‘RRR’ સ્ટાર પાસે લેમ્બોર્ગિની ઉરુસથી પોર્શે સુધીની લક્ઝુરિયસ કાર કલેક્શન પણ છે. તે મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ, રેન્જ રોવર વોગ અને BMW 7-સિરીઝના માલિક પણ છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો જુનિયર એનટીઆર દિગ્દર્શક કોરાતાલા શિવાની ‘દેવરા’માં વ્યસ્ત છે, જે બે ભાગમાં રિલીઝ થશે. કોરાટાલા શિવ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, ‘દેવરા: ભાગ 1’ એ એક એક્શન ડ્રામા છે જેમાં જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી જાહ્નવી કપૂર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરી રહી છે.
View this post on Instagram