54 ઇંચનો દુલ્હો, 50 ઇંચની દુલ્હન : પહેલી નજરમાં થયો પ્રેમ, દુલ્હો બોલ્યો- પહેલીવાર જોવા પર લાગ્યુ મારી લાઇફ સેટ…
એવું કહેવાય છે કે ઉપરવાળો જોડી બનાવીને મોકલે છે. તેણે દરેક માટે કોઈને કોઈ વ્યક્તિ બનાવી છે. તો જો તમે હજુ પણ સિંગલ છો તો ચિંતા ન કરો, તમારો ભાવિ જીવન સાથી પણ ક્યાંક તમારી રાહ જોતો હશે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને મળશે. ઘણીવાર એવું બનતુ હોય છે કે લગ્નની અલગ અલગ ચર્ચાઓ ચાલતી હોય છે અને તેમાં પણ હાલ લગ્નની સિઝન ચાલતી હોવાને કારણે સામાન્ય લોકો સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ત્યારે જોધપુર શહેરમાં યોજાયેલા અનોખા લગ્ન હાલ ખૂબ ચર્ચામાં છે.
આ કપલની ખાસ વાત એ હતી કે બંનેની હાઇટ ઘણી ઓછી હતી. વરની 54 ઈંચ હતી, જ્યારે કન્યાની 50 ઈંચ હતી. વરનું નામ પવન છે જ્યારે દુલ્હનનુ નામ શિવાની છે. પવન અને શિવાની તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે. પવનના મામા જણાવે છે કે વરરાજાની ઉંમર 29 વર્ષ છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે કન્યા એક કલાકાર છે. તે પેન્સિલ સ્કેચ બનાવવામાં માહેર છે. બંનેનો સ્વભાવ ઘણો ખુશ મિજાજ છે. વરરાજા પવને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેની અને શિવાનીની પહેલી મુલાકાત માસીના ઘરે થઈ હતી.
આ પહેલી મુલાકાતમાં જ પવનનું દિલ શિવાની પર આવી ગયું. તેને સમજાયું કે આ તેના સપનાની રાજકુમારી છે. તેણે વિચાર્યું કે હવે મારી લાઈફ સેટ થઈ ગઈ છે.અહીં શિવાની અને પવન વચ્ચે ઘણી વાતો થઈ. બંનેને એકબીજાનો સ્વભાવ ખૂબ જ ગમ્યો. પહેલા બંનેએ એકબીજા પાસેથી નંબર લઈને તેમની મિત્રતાને આગળ ધપાવી અને પછી જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા ત્યારે તેમણે લગ્ન કર્યા. પવન અને શિવાનીએ 18 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.
આ લગ્નને લઈને મહેમાનોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. દરેક જણ વર-કન્યા સાથે સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા. બીજી તરફ પવન અને શિવાનીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ લગ્નને જોઈને લોકો ‘રબ ને બના દી જોડી’ કહી રહ્યા છે. તસવીરોમાં તમે એ પણ જોઈ શકો છો કે પવન અને શિવાની એકસાથે કેટલા ક્યૂટ અને ખુશ દેખાઈ રહ્યા છે.