સ્ટેજ ઉપર સાળીએ જીજાજીના જૂતા લેવા માટે બહેનની સામે જ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયાની અંદર લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નની મસ્તી પણ જોવા મળે છે,તો ઘણા વીડિયોની અંદર એવા અવનવા રિવાજો પણ જોવા મળે છે. તો ઘણીવાર લગ્નની અંદર દિયર-ભાભીની અને જીજા-સાળીની મસ્તીના પણ ઘણા વીડિયો જોવા મળતા હોય છે. હાલ એવો જે એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

લગ્નન અંદર સાળી દ્વારા જીજાજીની મોજડીઓ સંતાડવાની પ્રથા તો આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે, ત્યારે હાલ પણ આ પ્રથાનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક સાળી તેના જીજાજીની મોજડી લેવા માટે આવે છે અને આ દરમિયાન બંને વચ્ચે જે સંવાદ થાય છે તે ખુબ જ મજેદાર છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા કન્યા સાથે સ્ટેજ ઉપર બેઠા છે. ત્યારે જ સાળી અચાનક સ્ટેજ ઉપર આવે છે અને વરરાજાની મોજડીઓ ઉતારવા લાગે છે. જેને જોઈને વરરાજા પણ હેરાન રહી જાય છે. પરંતુ તેના ના ઇચ્છવા છતાં પણ સાળી મોજડી ઉતારવામાં સફળ રહે છે. એટલું જ નહિ એક મોજડી ઉતારાયા બાદ તે બીજા પગની મોજડી પણ ઉતારી નાખે છે અને ખુશીથી ઝૂમવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by The ShaadiSwag 💞 (@theshaadiswag)

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જયારે વરરાજા પોતાની મોજડી ઉતારે છે તેના બાદ સાળી દાવર મોજડી સંતાડવામાં આવે છે. પરંતુ આ વખતે થોડું ઊંધું જોવા મળી રહ્યું ચેહ. સાળી સ્ટેજ ઉપર ચઢીને જ વરરાજાને મોજડી ઉતારવા માટે મજબુર કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel