દુલ્હાની ડિમાન્ડ સાંભળી દુલ્હનની સાથે સાથે પરિવાર અને મહેમાનોનું પણ ફરી ગયુ મગજ ! સાળી પાસે માગી 5 પપ્પી- જુઓ વીડિયો

મંડપમાં બેઠા બેઠા દુલ્હાએ સાળી સાથે કરી દીધી કિસની ડિમાન્ડ, જોતા જ રહી ગયા દુલ્હનના ઘરવાળા

લગ્નની સિઝન આવતા જ દુલ્હા-દુલ્હનના વીડિયો વાયરલ થવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એવી રીતે છવાઇ જાય છે કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કંઈપણ ખોલતા જ એવા જ વીડિયો જોવા મળે છે. લગ્નમાં ઘણીવાર વર પક્ષના લોકો દ્વારા કોઇ વસ્તુની માંગણી કરવામાં આવતી હોય છે અને આવા વીડિયો પણ કેટલીકવાર સો.મીડિયામાં આવતા જ વાયરલ થઇ જતા હોય છે. લગ્ન દરમિયાન નાની-નાની બોલાચાલી પણ થતી જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં એક આવો જ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે,

જેમાં વરરાજા તેની દુલ્હન અને પરિવાર તેમજ મહેમાનો સામે એવી માગ કરે છે કે જેને સાંભળીને દુલ્હનની સાથે સાથે ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ રહી જાય છે. વીડિયોમાં વરરાજા તેની સાળી પાસે 5 પપ્પીઓની એટલે કે કિસની માંગણી કરી રહ્યો છે, જેના પર દુલ્હનથી લઈને વરની સાસુ સુધીની ચોંકાવનારી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. બીજી તરફ જ્યારે સાળી તેના જીજાની માંગ સાંભળે છે ત્યારે તે પણ શરમથી લાલ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jayan_shu2021 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે,

જે વાયરલ થઇ રહ્યો છે. વરરાજા કહે છે કે, છંદ પકાઇયા-છંદ પકાઇયા, છંદ કે ઉપર તાલી, અગલા છંદ તબ સુનાઉંગા જબ 5 પપ્પી દેગી સાલી… આ સાંભળતા જ લોકો શોર મચાવવા લાગે છે અને સાળી પણ શરમથી લાલ થઇ જાય છે. હાલ વાયરલ થઈ રહેલા આ વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લગ્નની વિધિનો આ અદ્ભુત વીડિયો યુઝર્સ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

 

View this post on Instagram

 

A post shared by couples goal (@jayan_shu2021)

આ વીડિયો જોયા બાદ સેંકડો લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. વરરાજા અને સાળીની પ્રતિક્રિયા જોયા પછી લોકોએ મજાકમાં ઘણી વાતો લખી. એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, ‘જલ્દી યાદ કરી લઇ, શું ખબર ફ્યુચરમાં કામ આવી જાય. અન્ય એક યુઝરે લખ્યું, ‘નોટપેડમાં સેવ કરો, લગ્નમાં દરેક માટે ઉપયોગી થશે.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘દલ્હન પછી સારો પાઠ ભણાવશે, પછી દુલ્હાને સમજાશે.

Shah Jina