ગુજરાતી ગાયકો કલાકારો માટે દુબઇ બન્યું મનગમતું સ્થળ, કિંજલ દવે, ઉર્વશી રાદડિયા, ગમન સાંથલ બાદ જીગ્નેશ બારોટે પણ પકડી દુબઈની વાટ, જુઓ શાનદાર તસવીરો

ગુજરાતના ગાયકો અને ગાયિકાઓ હાલ વેકેશન મોડ ઉપર જોવા મળી રહ્યા છે, કિંજલ દવે અને ગીતાબેન રબારી જ્યાં હાલમાં અમેરિકામાં છે ત્યારે ગમન સાંથલ પણ દુબઈમાં આલીશાન રજાઓ માણીને પરત ફર્યા છે. ઉર્વશી રાદડિયા અને કિંજલ દવે પણ થોડા સમય પહેલા જ દુબઇ પ્રવાસેથી પરત ફર્યા હતા, જેના બાદ કિંજલ હાલ અમેરિકા પહોંચી છે, ત્યારે ગુજરાતના વધુ એક લોકપ્રિય ગાયક જીગ્નેશ બારોટ પણ દુબઈમાં રજાઓ માણી પરત ફર્યા છે.

દુબઈમાંથી જીગ્નેશ કવિરાજની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ દુબઈનો આલીશાન નજારો બતાવતા જોવા મળી રહ્યા છે. કવિરાજના ચાહકો પણ તેમની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેના ઉપર ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દુબઇ પ્રવાસની શરૂઆતથી જ તસવીરો શેર કરવાનું શરુ કર્યું હતું. તેમને એરપોર્ટ ઉપરથી પણ કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી, જેના બાદ તેમને ફલાઇટમાં બેઠા બાદ પણ કેટલીક તસવીરો શેર કરી છે.

આ ઉપરાંત પણ જીગ્નેશ કવિરાજે દુબઈની અંદરરથી પણ કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. જેમાં તે દુબઈની અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કવિરાજ દુબઇ ફ્રેમ પાસે ઉભા રહીને પણ પોઝ આપતા જોવા મળે છે.

કવિરાજે દુબઈના બીચનો પણ નજારો માણ્યો હતો. તેમને દુબઈના બીચ ઉપર ઉભા રહીને પણ પોઝ આપતી તસવીરો ક્લિક કરાવી હતી, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જીગ્નેશ કવિરાજના ચાહકો તેમની આ તસવીરો ઉપર દિલ ખોલીને કોમેન્ટ પણ કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ દુબઇ પ્રવાસે એકલા નથી ગયા પરંતુ તેમના આ પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની અને બાળકો પણ જોવા મળી રહ્યા છે.  પરિવાર સાથે તે દુબઈમાં રણ સફારીનો આનંદ પણ માણતા જોવા મળે છે.

જીગ્નેશ કવિરાજે શેર કરેલી તસ્વીરોમાં તે પોતાની પત્ની અને દીકરી સાથે રણ સફારીમાં મસ્તી ભરેલી પળો વિતાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પણ તેમને ઘણી બધી તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

પોતાનો આ શાનદાર દુબઇ પ્રવાસમાં મજા માણ્યા બાદ હવે જીગ્નેશ કવિરાજ પોતાના વતન પરત ફરી ગયા છે અને પરત ફરતા સમયે પણ તેમને એરપોર્ટ ઉપરથી ઘણી બધી તસવીરો શેર કરી છે. તેમને દુબઇ એરપોર્ટ ઉપરથી પાછા વળતા સમયની તસવીરો ક્લિક કરી અને ચાહકો માટે શેર કરી છે.

તમને જણાવી દઈએ કે ગત 9  ફેબ્રુઆરીના રોજ જીગ્નેશ કવિરાજે એક શાનદાર લક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડિઝ કંપનીની c220d મોડલની કાર ખરીદી હતી. જેની ઘણી બધી તસવીરો પણ જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી, જેના  બાદ ચાહકોએ તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી.

જીગ્નેશ બારોટે આ તસવીરો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “જય માતાજી દરેક મિત્રોને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજ માંની અસીમ કૃપાથી આજે મે નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના !”

મર્સીડિઝની આ કારની કિંમત 51 લાખ રૂપિયાથી શરૂ થાય છે, આ ખૂબ જ લક્ઝુરિયસ કાર છે અને શાનદાર ફીચર્સ સાથે આવે છે, ત્યારે જીગ્નેશ બારોટના કાર કલેક્શનમાં આ લક્ઝુરિયસ કાર તેમની શોભા વધારશે. જીગ્નેશ બારોટની આ વૈભવી કાર તેમના ઘરના આંગણામાં પણ શોભી ઉઠશે

Niraj Patel