Tata ના આ શેરે કરાવી રેખા ઝુનઝુનવાલાની બલ્લે બલ્લે, માત્ર 10 જ મિનિટમાં 233 કરોડ રૂપિયા વધી ગઇ નેટવર્થ

માત્ર 10 જ મિનિટમાં 233 કરોડ વધી ગઇ સંપત્તિ, આ શેર તમારી પાસે છે કે નહિ? જલ્દી વાંચો

ટાટા ગ્રૂપની કંપની ટાઇટનના શેરમાં આજે સવારે શરૂઆતના વેપારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. આ સ્ટોક 10 મિનિટમાં જ 49.70 રૂપિયા પ્રતિ શેર વધ્યો હતો. શેર આજે રૂ.2,619ની સપાટીએ પહોંચ્યો હતો. આ સ્પીડના કારણે રેખા ઝુનઝુનવાલાને 10 મિનિટમાં કરોડો રૂપિયાનો ફાયદો થયો. આ સ્ટોક રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે. રેખા ઝુનઝુનવાલા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની છે, જેમનું ગયા વર્ષે નિધન થયું હતું.

રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ હવે તેમનો પોર્ટફોલિયો તેમની પત્ની સંભાળી રહી છે. રેખા ઝુનઝુનવાલા માટે દિવસની શરૂઆત સારી થઈ. આજે શેરબજાર ખુલ્યાની માત્ર 10 મિનિટમાં જ તેમની નેટવર્થમાં લગભગ 233 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઑક્ટોબરથી ડિસેમ્બર 2022 ક્વાર્ટર માટે ટાઇટન કંપનીના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર રેખા ઝુનઝુનવાલા કંપનીના 4,58,95,970 શેર ધરાવે છે, જે 5.17 ટકા હિસ્સાની સમકક્ષ છે.

એટલે કે રેખા ઝુનઝુનવાલાએ માત્ર 10 મિનિટમાં 233 કરોડ રૂપિયાનો નફો કર્યો. આ મહિનાની શરૂઆતમાં રેખા ઝુનઝુનવાલા 2023 M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં નવા અબજોપતિ તરીકે ઉભરી આવ્યા હતા. ભારતના 16 નવા અબજોપતિઓની યાદીમાં રેખા ઝુનઝુનવાલા ટોચ પર છે. તેમણે 2022માં ફોર્બ્સની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલ અને વિનોદ રાય ગુપ્તા પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ભૂતકાળમાં આ સ્ટોકનું પ્રદર્શન લગભગ ફ્લેટ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેરે માત્ર 2.61 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં રોકાણકારોએ 3.21 ટકા ગુમાવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક માત્ર 0.56 ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં રોકાણકારોએ 4 ટકાનો નફો કર્યો છે. જો કે, લાંબા ગાળામાં આ સ્ટોક મલ્ટિબેગર રહ્યો છે. આ શેરે છેલ્લા 3 વર્ષમાં 200% નું શાનદાર વળતર આપ્યું છે.

Shah Jina