સોનુનું કિરદાર નિભાવવા વાળી ઝીલ મહેતાએ લાઇમલાઇટથી રહે છે દૂર, જાણો કેવી છે તેની લાઇફસ્ટાઇલ

જૂની સોનુએ કેમ છોડ્યો હતો શો, જાણો અત્યારે કયા છે અને કેવી છે લાઇફસ્ટાઇલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણા સમયથી દર્શકોના દિલમાં વસેલો છે અને આ શો ઘણો જ લોકપ્રિય અને કોમેડી શો છે. સતત 12 વર્ષથી આ શો લોકોને હસાવતો આવે છે. આ શોના બધા જ પાત્રોનેે દર્શકોનો પ્રેમ મળ્યો છે. પરંતુ શુ તમને યાદ છે આત્મારામ ભિડેની દીકરી સોનુનો સૌથી પહેલા જેણે રોલ નિભાવ્યો હતો.

સોનુ ઉર્ફે ઝીલ મહેતા જેણે સૌથી પહેલા આત્મારામની દીકરીનો રોલ પ્લે કર્યો હતો. જો કે, 4 વર્ષ બાદ તેણે આ શો છોડી દીધો હતો. ટપ્પુ સેનાની ખાસ સભ્ય સોનુને આજ સુધી દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે.

દર્શકોને શોની શરૂઆતથી તેનાથી જ ખાસ લગાવ છે અને દર્શકો તેના વિશે જાણવા પણ ઇચ્છે છે. જનસત્તાના રીપોર્ટ અનુસાર, ઝીલ મહેતાને વધારે લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. આ જ કારણે તે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં તે જવાનું પસંદ કરતી નથી. તેનું કહેવું છે કે, પરિવાર સૌથી વધુ મહત્વનો છે.

શું તમે જાણો છે કે, સૌથી પહેલા આત્મારામ ભિડેની દીકરી સોનુનું પાત્ર ભજવનાર ઝીલ મહેેતાએ કેમ આ શો છોડ્યો હતો. ઝીલ આ શો સાથે 9 વર્ષની ઉંમરમાં જોડાઇ હતી અને તે 14 વર્ષની થઇ ત્યાં સુધી આ શોનો પાર્ટ રહી હતી.

ઝીલે આ શો તેના અભ્યાસ માટે છોડ્યો હતો. તેને ધોરણ 10માં 93.3% હાંસિલ કર્યા હતા. ઝીલને ટ્રાવેેલિંગનો શોખ છે અને તે તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હોય છે. ઝીલ આટલા વર્ષોમાં ઘણી બદલાઇ ગઇ છે. તેની ખૂબસુરતી અને ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઇ શકાય છે.

તમને જણાવી દઇએ કે, ઝીલ એમબીએનો અભ્યાસ કરે છે. આ સાથે તે એક ઇ-કોમર્સ કંપની સાથે કામ કરે છે અને તેનો નાના પડદા પર વાપસી કરવાનો હાલ કોઇ પ્લાન નથી.

ઝીલ મહેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકો તેને આજે પણ પસંદ કરે છે અને તેના ઇન્ડસ્ટ્રીમાં પાછા આવવાની ખબર પણ શોધતા રહે છે.

તારક મહેતાની આ જૂની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને પોતાની વિવિધ તસવીરો શેર કરતી રહે છે. હાલ શોબિઝથી દૂર ઝીલ ટ્રાવેલિંગનો શોખ ધરાવે છે અને તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ આ વાતની ચાડી ખાય છે. ટ્રાવેલર હોવાની સાથે ઝીલ ખૂબ જ સ્ટાઈલિશ પણ છે. વેસ્ટર્ન આઉટફિટ હોય કે સાડી ઝીલ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.

Shah Jina