વોટર પાર્કમાં જતા પહેલા આ વીડિયો જરૂરથી જોઇ લેજો ! યુવકનું માથુ ફાટી ગયુ, બધા ધ્રુજી ઉઠ્યા

વોટર પાર્ક જવાના હોવ તો ચેતી જજો: વોટર પાર્કમાં યુવકનું દર્દનાક મૃત્યુ થતા જ સ્વિમિંગપુલનું પાણી લોહીથી લાલ થઈ ગયું

કાળઝાળ ગરમીના કારણે વોટર પાર્કમાં ભીડ વધી છે, પરંતુ મોજ-મસ્તી વચ્ચે થોડી બેદરકારી અકસ્માતને આમંત્રણ આપી શકે છે. થોડા દિવસ પહેલા જ અજમેરના બિરલા વોટર સિટી પાર્કમાં સ્લાઇડથી આવેલા એક યુવક સાથે અથડાઈને પૂલમાં ઊભેલા અન્ય યુવકનું મોત થયું હતું.

આવો જ એક મામલો રાજસ્થાનના ઝાલાવાડના વોટર પાર્કમાંથી સામે આવ્યો છે. અહીં વોટર સ્લાઇડર સાથે અથડાતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કોટા રોડ પર સ્થિત મુકુન્દરા વોટર પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા સ્લાઈડર પરથી ઝડપથી નીચે આવી રહી છે. ત્યારે, એક યુવક નીચે પૂલમાં ઉભો છે પરંતુ તેનું ધ્યાન સ્લાઇડર તરફ જવાને બદલે બીજે ક્યાંક હતું. પછી મહિલા ઝડપથી નીચે આવે છે અને તે સ્વિમિંગ પૂલમાં ઉભેલા યુવક સાથે અથડાઈ છે, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા પહોંચે છે.

જે બાદ યુવકને બીજો કોઇ વ્યક્તિ પાણીમાંથી ઉપર લાવે છે ત્યારે તેના માથામાંથી ઘણું લોહી નીકળતુ વીડિયોમાં જોઇ શકાય છે. ઘાયલ યુવકની એસઆરજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. વોટર પાર્કમાં ભૂતકાળમાં પણ આવા અકસ્માતો બન્યા છે. હાલમાં વોટર પાર્કના સંચાલકે લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે.વીડિયોને લઇને વોટર પાર્કના માલિકે આવી કોઇ પણ ઘટનાથી ઇનકાર કરી દીધો છે.

તેમણે કહ્યુ કે, સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે ફેક છે. ઝાલાવાડ કોતવાલી પ્રભારીએ કહ્યુ કે, આવો કોઇ કેસ હજી સુધી દાખલ થયો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અજમેરના વોટર પાર્કમાં થયેલી ઘટના જણાવી શેર કરવામાં આવી રહ્યો છે.

પરંતુ આ વીડિયો ઝાલાવાડનો છે. અજમેરમાં જ્યાં યુવકના પેટમાં બીજા યુવકનું માથુ ટકરાયુ હતુ, ત્યાં ઝાલાવાડમાં સ્લાઇડ કરતી આવેલી મહિલાનો પગ પુલમાં ઊભેલા યુવકના માથા સાથે ટકરાયો હતો. ગરમીની મોસમમાં ઘણા લોકો વોટર પાર્ક જવાનો પ્લાન બનાવે છે.

આ દરમિયાન કડકડતી ગરમીમાં વધારે પાણીમાં રહેવુ તમારા અને તમારા નજીકના માટે નુકશાનકારક સાહિત થઇ શકે છે. વોટર પાર્ક સાથે જોડાયેલ સંચાલકે જણાવ્યુ કે મોટી સ્લાઇડ સામે ઊભા ન રહેવુ જોઇએ અને સ્લાઇડ ઉપરથી કોઇ વ્યક્તિને પાણીમાં ધક્કો પણ ના દેવો જોઇએ. નહિ તો અકસ્માત થઇ શકે છે. તેમણે વોટર પાર્કમાં જવાવાળા લોકોને કહ્યુ કે પાર્કમાં જે સ્લાઇડ છે તેના વિશે જ્યાં સુધી ના જાણો ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો.

Shah Jina