ચાકુની અણીએ જ્વેલરી શોપમાં લૂંટ, CCTVમાં કેદ થઇ ઘટના- જુઓ વીડિયો

હૈદરાબાદમાં ચપ્પાની અણીએ ધોળા દિવસે લૂંટેરાઓએ લૂંટી જ્વેલરી શોપ- જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાંથી કેટલીકવાર ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં હૈદરાબાદની એક જ્વેલરી શોપના CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં ચપ્પાની અણીએ લૂંટ કરતા લૂંટેરાઓને જોઈ શકાય છે. આ ઘટના બુધવારે 15 ફેબ્રુઆરીએ બપોરે 1:30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. ફૂટેજમાં કેપ અને માસ્ક પહેરેલ એક વ્યક્તિ દુકાનની અંદર જાય છે.

જ્વેલરી શોપમાં લૂંટ

આ પછી કેટલીક જ્વેલરી જુએ છે અને દુકાનદાર તેને દાગીના બતાવતાની સાથે જ ટોપી પહેરેલ અન્ય એક વ્યક્તિ દુકાન પર પહોંચે છે અને છરી બતાવીને લૂંટ કરવાનું શરૂ કરે છે. એટલું જ નહિ આ પછી ત્રીજો વ્યક્તિ હેલ્મેટ પહેરીને દુકાનમાં પ્રવેશે છે અને છરી સાથે સજ્જ વ્યક્તિ કાઉન્ટર પર ચઢી દુકાનદાર પર હુમલો કરે છે. જ્યારે દુકાનદાર નીચે પડી જાય છે ત્યારે ચોર એક થેલીમાં દાગીનાના બોક્સ લેવા લાગે છે.

CCTVમાં કેદ થઇ ઘટના

જો કે, CCTV ફુટેજમાં જોઇ શકાય છે કે પહેલા આવેલ વ્યક્તિ ન તો લૂંટમાં મદદ કરે છે અને ન તો લૂંટેરાઓને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે તે તેમની સાથે ભાગી જાય છે. જણાવી દઇએ કે, દુકાનદાર પર હુમલાને કારણે તે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, ચોરોએ એવો સમય નક્કી કર્યો હતો કે જ્યારે દુકાનની આસપાસ ટ્રાફિક ઓછો હોય અને ચોરી કરવાનું સરળ બને.

હુમલાખોરો 20 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર 

પોલિસે કહ્યું કે ટૂંક સમયમાં જ ચોરોની ધરપકડ કરવામાં આવશે. એક રીપોર્ટ અનુસાર, દુકાન માલિકે જણાવ્યુ કે- હુમલાખોરો 20 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈને ટુ-વ્હીલર પર ફરાર થઈ ગયા હતા. જ્યારે પીડિતની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.

Shah Jina