જેતપુરનો હિન્દુ યુવક બાંગ્લાદેશી યુવતી પાછળ થયો લટ્ટુ, સુન્નત કરાવવા માટે જયારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે….

A Hindu youth became a Muslim in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ યુવકો દ્વારા નામ બદલીને હિન્દૂ યુવતીઓને ફસાવવાના ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે, પરંતુ હાલ રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. અહીંયા એક હિન્દૂ યુવકને બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના બાદ યુવકે પણ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો. ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો.

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો એકબીજાને દિલ આપી બેસતા હોય છે, ઘણા મામલાઓમાં વિદેશી યુવક યુવતીઓ સાથે પણ પ્રેમ થવાના મામલા સામે આવે છે. હાલ રાજકોટના જેતપુરમાંથી પણ એક એવો જ મામલો સામે આવ્યો છે. જેમાં એક આશિષ ગોસ્વામી નામનો એક યુવક ઇન્સ્ટાગ્રામ દ્વારા એક બાંગ્લાદેશી યુવતીની પ્રેમ જાળમાં ફસાઈ ગયો હતો.

બાંગ્લાદેશી યુવતીએ યુવબકનું બ્રેઇનવોશ કરી દીધું હતું અને તેને મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે પ્રેરિત કર્યો હતો. યુવતીએ યુવકનું બ્રેઇનવોશ યુટ્યુબ અને વેબસાઈટના માધ્યમથી કર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. આશિષે છેલ્લા છ મહિનાથી મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હતો અને પોતાનું નામ પણ તેને આશિષ ગોસ્વામીમાંથી શેખ મોહમ્મદ અલસમી રાખી લીધું હતું.

એટલું જ નહિ, યુવક આખો દિવસ મસ્જિદમાં રહેતો હોવાનું અને 5 ટાઈમ નમાઝ પણ અદા કરતો હોવાનો આરોપ તેના પિતાએ લગાવ્યો હતો. યુવક સુન્નત કરાવવા માટે જયારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે હિન્દૂ સંગઠનોને પણ આ મામલાની જાણ થઇ હતી, અને યુવકને સમજાવાનો પ્રયત્ન કર્યો છતાં પણ યુવક ના માનતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Niraj Patel