શું તમને ખબર છે જેઠાલાલના ચિત્ર વિચિત્ર કપડાં ક્યાંથી આવે છે? દુકાન વિશે જાણીને ખુશ થઇ જશો
છેલ્લા 12 વર્ષથી સતત પ્રકાશિત થતો શો”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. તેમાં આવતા બધા જ કલાકારો તેમના પોતાના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ શો છેલ્લા 12 વર્ષથી સતત ટીવી પર આવી રહ્યો છે.
શોમાં મુખ્ય પાત્ર ભજવનાર જેઠાલાલની વાત કરીએ તો, તેઓ ખૂબ જ રંગીલા છે અને તેટલા જ રંગીલા તેમના આઉટફિટ છે. જેઠાલાલનો ખુલ્લો ખુલ્લો શર્ટ અને તેમનો ગુજરાતી સ્ટાઇલનો કુર્તો દર્શકોને ઘણો પસંદ આવે છે.
ખાસ વાત તો એ છે કે, જેઠાલાલ કોઇ પણ કપડા પહેરે તેને રીપીટ કરતા નથી. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી છેલ્લા ઘણા વર્ષોથી નાના-મોટા પડદાનો ભાગ રહ્યા છે. તેઓ તેમની શાાનદાર કોમિકને કારણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા ધરાવે છે.
ગોકુલધામમાં કોઇ તહેવાર હોય કે કોઇના ઘરે જશ્ન, દર્શકોને એક વસ્તુ સૌથી વધુ આકર્ષિત કરે છે, તે છે જેઠાલાલના કપડા. કોઇ પણ પર્વ પર જેઠાલાલ વધારે શર્ટ અથવા તો કુર્તો જ પહેરે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ શોની શરૂઆતથી જ દિલીપ જોશીના કપડા એક જ વ્યક્તિ ડિઝાઇન કરે છે.
શોમાં જેઠાલાલનું જ એક કેરેક્ટર છે જેનો અંદાજ ખૂબ જ નિરાલો અને અલગ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જેઠાલાલના બધા યુનિક શર્ટ ડિઝાઇન મુંબઇના જીતૂભાઇ લખાની કરે છે.
વર્ષ 2008માં શોની શરૂઆત થઇ ત્યારથી લઇને અત્યાર સુધી જેઠાલાલના શાનદાર શર્ટ્સ તે જ બનાવે છે. રેગ્યુલર એપિસોડ માટે ડિઝાઇનને નોર્મલ રાખવામાં આવે છે, પરંતુ કોઇ ખાસ અવસર હોય તો શર્ટને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવે છે.
જેઠાલાલની શર્ટ્સના દીવાના ગોકુલધામ જ નહિ પરંતુ ચાહકો પણ છે. જેઠાલાલ જયારે રિયાલિટી શોમાં આવ્યા હતા, તે દરમિયાનની શર્ટ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.
જનસત્તાના રીપોર્ટ અનુસાર, એક ઇન્ટરવ્યુમાં જીતૂભાઇએ જણાવ્યુ હતુ કે, કોઇ પણ નવા શર્ટ બનાવવામાં 2 કલાક અને તેને ડિઝાઇન કરવામાં લગભગ 3 કલાક લાગી જાય છે. તેઓ આગળ કહે છે કે, આ શર્ટ્સની માંગ એટલી છે કે, લોકો દૂર દૂરથી જેઠાલાલ જેવા શર્ટ બનાવવાની માંગ કરે છે. તમને જણાવી દઇએ કે, લગભગ 12 વર્ષની ઉંમરથી જ દિલીપ જોશીએ કોમ્પિટીશનમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ હતુ.
જેઠાલાલ ઘણા ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે ફિલ્મ “હમ આપકે હે કોન” અને “મેંંને પ્યાર કિયા”માં પણ જોવા મળ્યા હતા.